આ જીવાતના પતંગિયા કાળાશ પડતા તપખીરીયા રંગના અને પાંખો સાથે ૪ સેં.મી. જેટલા પહોળા હોય છે. ઈયળ પીળાશ પડતા લીલા રંગની પાતળી અને 30 થી ૪0 મી.મી. લાંબી હોય છે. તેનું માથું સહેજ ત્રિકોણાકાર અને પીળાશ પડતા લીલા રંગનું હોય છે. ઈયળના માથાં/કપાળ ઉપર અંગ્રેજી ‘વી’ આકારનું ચિન્હ હોય છે. ઈયળ પાનની ધારોને અમુક અંતરે દરજીએ ટાકો લીધો હોય તેમ પાનને સાંધીને ભૂંગળી બનાવી અંદર ભરાઈ રહે છે અને પાન કાપી ખાઈ નુકસાન કરે છે.
- ગાભમારાની ઈયળ માટે કરવામાં આવતા દવાનાં છંટકાવથી આ જીવાત પણ કાબુમાં રહે છે.