NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

  ઢાલપક્ષ ભૂંગા

 આ જીવાતના પુખ્તી 3 થી ૪ મી.મી. લંબાઈના લંબચોરસ આકારના અને કાળાશ પડતા ભુરા રંગના હોય છે. તે કાળી કાંટાવાળી પાંખ ધરાવે છે. 

    ઈયળ પીળાશ પડતા રંગની અને જાડી હોય છે. જે પાનને કોરીને નિલકણો ખાઈને નુકસાન કરે છે. જયારે પુખ્તક કીટક પાનની સપાટી પર ખાસ પધ્ધતિથી ખાય છે. નુકસાન પામેલ પાન પર સફેદ રંગના ધાબા જોવા મળે છે.

                                                     Paddy Stem

સંકલિત વ્યવસ્થાપન:

  • ડાંગરના ભુરા કાંસીયા અને ઢાલપક્ષ ભૂંગાનો ઉપદ્રવ (ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં) વધુ જણાય તો અસરગ્રસ્તસ વિસ્તાંરમાં જ દવા આપવાથી ઓછા ખર્ચે નિયંત્રણ થાય છે.
  • કાર્બારીલ ૫0% વેપા ૪0 ગ્રામ અથવા ફોસ્ફાકમીડોન ૪0 એસએલ ૧0 મિ. લિ. ૧0 લિટર પાણી સાથે મિશ્ર કરી નુકસાનગ્રસ્તન વિસ્તા3ર (સ્પોટ) માં જ છંટકાવ કરવો.