NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

  ડાંગર સુકવણીની વિવિધ પદ્ધતિઓ

ડાંગર સુકવણીની વિવિધ પદ્ધતિઓમાં કુદરતી સૂર્યપ્રકાશ (અને પવનથી) અને સુકવણી યંત્રો દ્વારા યાંત્રિક સુકવણી એ બે મુખ્ય છે. આ ઉપરાંત સંગ્રહ સ્થાનોમાં ડાંગરના જથ્થા માટે કુદરતી સાદી હવા કે ગરમ કરેલ હવા દબાણથી પસાર કરી પણ સુકવણી થઈ શકે છે.

સામાન્ય રીતે ખેડુતો ડાંગરની સુકવણી સૂર્યપ્રકાશ અને પવન દ્વારા સુકવણી કરવામાં આવે છે.  જેમાં બે થી પાંચ  દિવસ લાગે છે. વાતાવરણ પર સંપૂર્ણ નિયંત્રણ ન હોવાથી વિશેષ કાળજી જરૂરી છે. સૂર્યપ્રકાશ દ્વારા સુકવણી ત્રણ રીતે થાય છે :

૧. ડાંગરના પાકને ખેતરમાં ઊભો રહેવા દઈ દાણા યોગ્ય ભેજ પર આવે ત્યારે કાપણી કરવી.

૨.  ડાંગરને કાપ્યા બાદ ખેતરમાં રહેવા દેવામાં આવે છે.

૩. ત્રીજી પદ્વતિમાં ડાંગરને ઊંચા ભેજ પર કાપ્યા બાદ, ઝૂડીને પાતળા સ્તરમાં ખળામાં  સુકવવામાં આવે છે

 

સૂર્યપ્રકાશમાં ખુલ્લામાં દિવસે સુકવણી કરવામાં આવે ત્યારે રાત્રે ડાંગર ભેજ શોષતી હોઈ, સુકાવા–ભીજાવાનું ચક્ર વારંવાર ચાલે છે. જેથી ડાંગરનાં દાણામાં તિરાડ ઉત્પન્ન થાય છે, જેથી પીલાણ દરમ્યાન ભાંગવાનું પ્રમાણ વધુ રહે છે અને આખા ચોખા ઉતારો ઓછો મળે છે. સંશોધન  દ્વારા પ્રમાણિત થયેલ છે કે ડાંગરની સુકવણી એકસમાન, ધીમા દરે કરવી જોઈએ જેથી ધીરે ધીરે ભેજ ઘટે.