કૃષિની સફળતા મેળવવા મુખત્વે ત્રણ પાસા મહત્વના છે. જેમા પાકોની ઉત્પાદકતા વધારવી, ખેતી ખર્ચ ધટાડવુ અને ખેત ઉત્પાદનની મહત્તમ કિમત મેળવવી. ક્રુષિ ઉત્પાદનોના મહત્તમ ભાવ મેળવાવ સારી બજાર વ્યવસ્થા અને ક્રુષિ બઝારનુ પુરતુ જ્ઞાન હોવી જરૂરી છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગરના વેચાણ માટે ક્રુશિ બઝાર વ્યવસ્થા ચિંતાનો વિષય છે. યોગ્ય માર્કેટિંગની સુવિધાઓને અભાવે ખેડૂતોને ડાંગર સ્થાનિક ટ્રેડર્સો અથવા વચેટિયાઓ મારફતે સાવ સસ્તા ભાવે વેચી દેવી પડે છે. ઘણાં માર્કેટના સર્વેને આધારે એ તથ્ય પણ સામે આવ્યું છે કે વિવિધ માર્કેટમાં વચેટિયાઓ ચોખાના ભાવ પર ૪૭ ટકા નફો કમાઈ રહ્યા છે. પરિણામે ડાંગરની ખેતીમાં પુરતું વળતર મળતું હોતું નથી. સરકાર દ્વારા નિયંત્રણ કરાતા વિવિધ બજારોમાં ખેડૂતોનાં હિત માટે સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. પરંતું ખેડુતોને ડાંગરની પ્રવર્તનમાન બઝાર વ્યવસ્થા, પ્રદેશ અને વૈશ્વિક સ્તરે ડાંગર્ની માંગ, પુર્વઠો, અને બઝાર ભાવની પૂરતી જાણકારીનો અભાવ માર્કેટ પ્રવહો,