NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

  ડાંગરના વેચાણ માટે ધ્યાનમાં રાખવાના મુદ્દા

(૧)     ડાંગરને એકદમ સાફ કરો જેમાં કોઈ પ્રકારનો કચરો, કાંકરા, રેતી, માટી, રોગીષ્ટ દાણા ન હોય તેનું ધ્યાન રાખો.

(૨)     ડાંગરને બરાબર સુક્વીને ૧૩% ભેજ હોય ત્યારે વેચાણ કરો

(૩)     ડાંગરને લુઝ વેચાણ કરવાનું હોય તો તેને ટ્રેક્ટર ટ્રોલી, બળદગાડામાં કે અન્ય વાહનમાં ભરો તમારું ડાંગર વાહનમાંથી વેરાતું નથી તેનું ધ્યાન રાખો.

(૪)     ડાંગરના ભાવ ઓછા હોય અને આર્થિક કોઈ તકલીફ ન હોય અને સંગ્રહ કરવાની યોગ્ય સગવડ હોયતો સારા ભાવ આવે તેવા સમય સુધી યોગ્ય સંગ્રહ કરો.

(૫)     ડાંગર હંમેશા હરીફાઈ યુક્ત બજારમાં અથવા ખેડુત સહકારી મંડળીમાં વેચો.

(૬)     ઘરેબેઠા સ્થાનિક વેપારીને વેચાણ કરવાનું હોય તો પ્રવર્તમાન બજાર ભાવ જાણી લો તથા વેચાણ અંગેની શરતો જાણી / નક્કી કરી પછી વેચાણ કરો જેથી પાછળથી કોઈ તકરાર ન થાય

(૧)     બજારની માંગ મુજબ ડાંગરની જાતોનું વાવેતર કરો.

(૨)     ડાંગરનું ઉત્પાદન ઉત્તમ ગુણવત્તાનું મળે તે માટે ડાંગરના વાવેતરથી માંડીને ડાંગરના સંગ્રહ સુધીમાં કરવાની થતી તમામ પ્રક્રિયા દરમિયાન કારજી લેવી.

(૩)     ડાંગરની કાપણી બાદ પોષણ યુક્ત ભાવ હોય તો ડાંગરનું સત્વરે વેચાણ કરવું. જેથી સંગ્રહ સબબે જીવાત તથા ઉંદર વગેરેથી થતું નુકશાન નિવારી શકાય.

(૪)     ડાંગરના મહત્તમ ભાવ અને વળતર મળે તે માટે ડાંગરને માર્કેટીંગ યાર્ડ (એપી.એનસી) અથવા ખેડુત સહકારી મંડળીમાં વેચવાનો આગ્રહ રાખવો.

(૫)     સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતમાં ડાંગરનું વેચાણ આકળ ખુબજ લાંબી છે. જેમાં ડાંગરનું વેચાણ સ્થાનિક વેપારી, જથ્થાબંધ વેપારી- પ્રોસેસીંગ યુનિટ/ઉધ્ધોગ – જથ્થાબંધ વેપારી- છૂટક વેપાર કરતાં વેપારી – ઉધયોગ કર્તા સુધી પહોંચતા વેચાણ સાંકળ ખુબજ લાંબી છે. જો શક્ય હોય તો આ સાંકળને શુકાવવાથી ખેડૂતોને મહત્તમ ભાવ અને વળતર મળી શકે.

(૬)     જો શક્ય હોયતો ડાંગરનું મૂલ્યવર્ધન કરી વેચાણ કરવું. એકલ દોકલ ખેડુતથી આ શક્ય ન હોયતો સ્વસહાય જુથ્થ આપી ડાંગરનું મૂલ્યવર્ધન કરી વેચાણ કરવું.

(૭)     ડાંગરના સરકારે નિયત કરેલ ન્યૂનતમ ભાવથી વેચાણ ન કરવું. જો બજારમાં આવું બને તો યોગ્ય જગ્યાએ રજુઆત કરી ખેડૂતોનું શોષણ થતું અટકાવવું.

(૮)     ડાંગર વેચાણ માટેની તમામ શરતો- બોલીઓ અગાઉથી વેપારી સાથે વાટાઘાટો કરી નિયત કરી લેવી. જેથી પાછળની કોઈ તકરારને અવકાશ ન રહે.

(૯)     ડાંગરના વેચાણ અગાઉ બજાર ભાવ અને બજારની ચાલ ધ્યાને લઈ વેચાણ ભાવ અંગેનો નિર્ણય લેવો.