NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

ડાંગરની ખેતી પધ્ધતિઓ

ડાંગરના પાક ઉત્પાદનમાં પાણી / પિયત એક અગત્ય્નું પરિબળ છે. અન્ય ધાન્યો તથા ક્ષોત્રીય પાકો કરતાં ડાંગરના પાકને સૌથી વધુ પાણીની જરૂરિયાત રહે છે. એક અંદાજ પ્રમાણે ૧ કિલો ડાંગરના ઉત્પાદન માટે ૧પ૦૦ થી ર૦૦૦ લીટર પાણીની જરૂરિયાત રહે છે. દક્ષિાણ ગુજરાતમાં ખેડૂતો ખરીફ ઋતુમાં સામાન્ય્ રીતે ડાંગરનું વાવેતર વરસાદ આધારીત તેમજ કયારીમાં કરે છે. જેમાં રોપણીથી માંડીને કાપણી સુધી પાણી ભરી રાખે છે. ખેડૂતો સામાન્ય્ રીતે ડાંગરની કયારીમાં સતત અડધા ફૂટથી પણ વધુ પાણી ભરી રાખે છે. ખેડૂત સમાજમાં એવી માન્ય્ાતા પ્રવતર્ છે કે ડાંગરની કયારીમાં સતત પાણી ભરી રાખવાથી ડાંગરનું સારૂ ઉત્પાદન મેળવી શકાય છે. પરંતુ, સંશોધનના પરિણામો દશર્ાવે છે કે ડાંગરના પાકને પાણી નહીં જમીનમાં ભેજની જરૂર હોય છે. ડાંગરના પાકની વૃધિધાના તબકકાઓને ધ્યાને લઈ પાણીનું યોગ્ય્ નિયમન કરવાથી ઓછા પાણીએ વધુ ઉત્પાદન મેળવી શકાય છે. સંશોધનના પરિણામો પરથી વૈજ્ઞાનિકોએ ડાંગરના પાકમાં નીચે મુજબનું પિયત / પાણીનું નિયમન કરવાથી ડાંગરના પાકમાં ઓછો ખચર્ે વધુ ઉત્પાદન મેળવી શકાય છે.