ગુજરાતમાં અંદાજે ૬.પ થી ૭.૦૦ લાખ હેકટર વિસ્તારમાં ડાંગરનું વાવેતર થાય છે. તે પૈકી લગભગ પપ ટકા વિસ્તારમાં રોપાણથી વાવેતર થાય છે. રોપાણ ડાંગરની ખેતી દિવસે-દિવસે વધુને વધુ ખચાળ બનતી જાય છે. કારણ કે રોપણી પહેલાં તંદુરસ્ત ધરૂ ઉછેર કરવો અને સમયસર ફેર રોપણી કરવી ડાંગરની ખેતી માટે પાયાના પ્રશ્નો છે. આ ઉપરાંત રોપણી સમયે મજુરોની અછતને કારણે સમયસર ફેર રોપણી ન થતાં ઉત્પાદન ઓછું મળે છે અને ખર્ચ પણ વધી જાય છે. ડાંગરની ફેર-રોપણી જાપાનીઝ પધ્ધતિથી કરી એકમ વિસ્તાર દીઠ છોડની સંખ્યા જાળવી રાખવામાં આવે તો ઉત્પાદન સારું મળે છે. પણ મોટા ભાગના ખેડૂતો મજૂરોના અભાવે રેન્ડમ (આંધળી) પધ્ધતિથી ફેર-રોપણી કરે છે જેને કારણે એકમ વિસ્તારમાં છોડની સંખ્યા ઓછી મળે છે.પરિણામે ખાતર,નિંદણ, પાક સંરક્ષાણ અને પિયત જેવા કાયર્ો વ્યવસ્િથત કરવાં છતાં પુરતું ઉત્પાદન મળતું નથી. રોપાણ ડાંગરમાં ધ્યાન ખેંચતો મુદ્રો એ છે કે ડાંગરનું ધરૂ ઉછેરી ફેર રોપણી કરી ડાંગરની ખેતીમાં થતા કુલ ખર્ચનો ૩૩% જેટલો ખર્ચ ધરૂ ઉછેર અને રોપણી પાછળ થાય છે. આ ખર્ચ ઘટાડવા માટે ફણગાવેલ બીજથી ડાંગરનું વાવેતર કરી વધુ ઉત્પાદન મેળવવાનો વિકલ્પ સંશોધનના પરિણામ રૂપે મળ્યો છે. આ ઉપરાંત જયારે ચોમાસાની શરૂઆત મોડી થાય ત્યારે મજૂરની અછતના કારણે સમયસર ફેર રોપણી થઈ ન શકવાના કારણે ધરૂ પાકટ થઈ જાય છે જેના લીધે છોડની વૃધિધ તેમજ ફૂટ ઉપર માઠી અસર થાય છે. આવી પરિસ્િથતિમાં ફણગાવેલ બીજની વાવણી કરવી એ એક ઉત્તમ વિકલ્પ છે
આંતરરાષ્ટ્રીય ડાંગર સંશોધન સંસ્થા (ઈરી) ફીલીપાઈન્સના સંશોધન અહેવાલ જણાવે છે કે ફણગાવેલ બીજની વાવેતરની પધ્ધતિથી ફેર રોપણીની પધ્ધતિ કરતાં સરેરાશ હેકટરે ૧ (એક) ટન ડાંગર વધુ પાકે છે અને મજૂરી ખર્ચમાં આશરે ૩૦% બચત થાય છે. એટલું જ નહિ પિયત માટેના પાણીમાં આશરે ર૦% બચત થઈ શકે છે અને ૧૦ થી ર૦ દિવસ વહેલી પાકે છે. નવસારી કૃષ્િા યુનિવસર્િટી સંચાલિત ડાંગર સંશોધન કેન્દ્રો વ્યારા અને દાંતી-ઉભરાટ ખાતે હાથ ધરાયેલ સંશોધનના પરિણામોને આધારે ભલામણ થયેલ છે કે કયારામાં ફણગાવેલ બીજને સીધુ લાઈનમાં અથવા પુંખીને વાવેતર કરવાથી ફેર-રોપણીથી કરેલ ડાંગરની ખેતી કરતાં વધુ ઉત્પાદન મળી રહે છે. સાથે સાથે ફેર રોપણી અને ધરૂ ઉછેરનો ખર્ચ બચવાથી ૩૦ થી ૩પ ટકા જેટલો વધુ નફો મળે છે. આપણા રાજયમાં પણ કેટલાક ખેડૂતોએ આ પધ્ધતિ અપનાવી છે અને ઉત્સાહજનક પરિણામો મળેલ છે. આ પધ્ધતિનો વિશેષ્ા ફાયદો એ છે કે ફેર રોપણીથી ડાંગર પકવવાની ઇચ્છાવાળા ખેડૂત મિત્રો કે જે સમયસર ધરૂ ઉછેરી શકતા નથી તેઓ કયારીમાં આ પધ્ધતિથી વાવેતર કરી ડાંગરનો પાક લઈ શકે છે.