ડાંગરની વાવણીની મુખ્ય બે પધ્ધતિ પ્રચલીત છે. (૧) ઓરાણ ડાંગર (૨) ફેરરોપણી આ ઉપરાંત નવી પધ્ધતિ વિકસાવવામાં આવી છે તે છે ફણગાવેલ બીજ પધ્ધતિ. ડાંગરની ફેરરોપણી વિશે ગુજરાત સૌ ખેડુતો પરિચિત છે. જેમાં ધરૂવાડિયામાંથી ધરૂને ખેંચી ડાંગરની ક્યારીમાં રોપણ/ પ્રસ્થાન કરવામાં આવે છે. ફેરરોપણીથી ડાંગરનો પાક લેવાથી નીચે મુજબના ફાયદા થાય છે.
(૧) ડાંગરની ક્યારીમાં નીંદામણ ઓછું થાય છે.
(૨) ઓરાણ પધ્ધતિ કરતાં ડાંગર વહેલી પાકે છે.
(૩) એકમ વિસ્તાર નિરધારીત છોડની જાળવી શકાય છે.
(૪) મુખ્ય ખેતર/ ક્યારીમાં બીજની સીધી વાવણી ની સરખામણીમાં ફેરરોપણી પધ્ધતિમાં ખેતી ખર્ચ ઓછો આવે છે.
ડાંગરની વાવણીની મુખ્ય બે પધ્ધતિ પ્રચલીત છે. (૧) ઓરાણ ડાંગર (૨) ફેરરોપણી આ ઉપરાંત નવી પધ્ધતિ વિકસાવવામાં આવી છે તે છે ફણગાવેલ બીજ પધ્ધતિ જેની વિગતે ચર્ચા કરવા અહી ક્લિક કરો. ઓરાણ ડાંગરની વાવણી પધ્ધતિમાં ડાંગરના બીજને ભલામણ થયેલ અંતરે આ પધ્ધતિ જે વિસ્તારમાં ઓછો વરસાદ તથા વિપતિ પાણીની અછત હોય તેવા વિસ્તારમાં કરવામાં આવે છે. જેને અપલેંડ પધ્ધતિ કહેવામા આવે છે. પધ્ધતિમાં ડાંગરને અવાર નવાર પિયત આપવું પડે છે. તેમજ નિંદામણનો ઉપદ્રવ વધુ રહે છે. જ્યારે જે વિસ્તારમાં ખુબ સારો વરસાદ હોય વિપત પાણીની પુરતી સગવડ હોય તેમજ ચીકણી જમીનમાં જ્યા પાણી ભરાય રહેતું હોય તેવા વિસ્તારમાં ડાંગર ફેરરોપણી કરવામાં આવે છે.