દક્ષિણ ગુજરાતમાં ડાંગરનો પાક ચોમાસુ તેમજ ઉનાળુ રૂતુ લેવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસામાં સામાન્ય રોપણી થી પાકની કાપણી સુધી પાકને પાણીની ખેંચ કે તંગી ન પડે અને પાક સુકાય ન જાય તેનું ધ્યાન રાખી, પાકના જીવનકાળ દરમિયાન અમુક ચોકકસ સમયે પાણી આપવું જોઈએ. પાણી આપવાના આ ચોકકસ સમયને કટોકટીની અવસ્થા કહે છે. કટોકટીની અવસ્થાએ પાણી ન મળવાથી ચોકકસ જ પાક ઉત્પાદનમાં ઘટાડો થાય છે.
દક્ષિણ ગુજરાતમાં ડાંગરનો પાક ચોમાસુ તથા ઉનાળાની ઋતુમાં આવે છે. દક્ષિણ ગુજરાતમાં ઘણાખરા વિસ્તારમાં પિયતની સગવડતા છે. પરંતુ, ડુંગરાળ વિસ્તારમાં પિયતની સગવડ ઓછી અથવા તો ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી બોર કુવા ન હોવાથી વરસાદ આધારિત ડાંગરનો પાક લેવામાં આવે છે. જ્યાં કેનાલ દ્વારા પિયત આપવામાં આવે છે ત્યાં કેનાલના પાણીની અનિયમિતતા હોવાના કારણે ડાંગરમાં પાણીની ખેંચ પડે છે. તેમજ ખેડૂતોને કટોકટીની અવસ્થઓ અને તે દરમ્યાન પાણીની અછત અસરોનુ જ્ઞાન ન હોવાથી પિયત માટે પાણી ઉપલબ્ધ હોવા છતાં ડાંગરના પાકને પિયત આપતા હોતા નથી. જેને લીધે ડાંગરનું ઉત્પાદન ઓછું મળે છે. જે વિસ્તારમાં પાણીની ખેંચ પડે છે અને વૈકલ્પિક પિયત વ્યવસ્થા છે તેવા વિસ્તારમાં ડાંગરના પાકની કટોકટીની અવસ્થઓ પિયત મળી રહે તો ઉત્પાદનમાં થતો ઘટાડો અટકાવી શકાય છે.
સામાન્ય રીતે ડાંગરના પાકને રોપણી બાદ તેના વિકાસની ૮ અવસ્થાઓ જોવા મળે છે. જે પૈકી ફૂટ અવસ્થા, જીવ પડવાની અવસ્થા, ફૂલ અવસ્થા, કંટી નિકળવાની અવસ્થા અને દુધિયા દાણા અવસ્થા. અવસ્થાઓ દરમ્યાન પાણીની અછત પડે તો ઉત્પાદન ઉપર માઠી અસર પડે છે. આ અવસ્થઓ ડાંગરના પાકમાં ક્યારે આવે છે અને આ અવસ્થાઓ દરમિયાન પાણીની અછત પડે તો ઉત્પાદનમાં શું નુક્શાન થાયછે તેની વિગત આ મુજબ છે.
કટોકટીની અવસ્થા |
રોપણી બાદના દિવસો |
ઉત્પાદનમાં થતો ઘટાડાના કારણો |
ફૂટ અવસ્થા |
૩પ દિવસ સુધી |
પીલા ફુટવાના સમયે પાણીની ખેંચ / તંગી પડે તો છોડ દીઠ પીલાની સંખ્યા ઓછી મળે છે. |
જીવ પડવાની અવસ્થા |
૩૫ થી ૫૫ દિવસ |
છોડની વ્રુધ્ધિ ધીમી પડે છે, છોડ દિઠ કંટીની સંખ્યા ઓછી મળે છે તેથી ઉત્પાદન ઓછુ મળે છે. |
ફૂલ અવસ્થા |
|
ફૂલ બેસવાના સમય દરમ્યાન પાણીની ખેંચ હોય તો કંટીનું / ફૂલનું ફલીનીકરણ થતું નથી. પરિણામે કંટી દીઠ દાણાની સંખ્યા ઓછી મળે છે. |
કંટી નિકળવાની અવસ્થા |
૫૫ થી ૧૦૦ દિવસ |
કંટી નીકળવાના સમય દરમ્યાન પાણીની ખેંચ / તંગી પડે તો કંટીમાં દાણાની સંખ્યા ઓછી મળે છે. |
દુધિયા દાણા અવસ્થા. |
૮૦ થી ૧૦૦ દિવસ વાપરવાનું પ્રમાણ વધારે છે. |
દાણા ભરાવાના સમય દરમ્યાન પાણીની ખેંચ હોય તો કંટી દીઠ દાણાની સંખ્યા ઓછી મળે છે. દાણાનો પૂરતો વિકાસ ન થવાથી વજન ઘટે છે.
|