NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

ડાંગરના પાકમાં નિંદણનું મહત્વ

    રોપાણ ડાંગરમાં નિંદણ ઉત્પાદન પર અસર કરતું એક અગત્યનું જૈવિક પરીબળ છે, જે ડાંગરનું લગભગ ૪૮ ટકા જેટલું ઉત્પાદન ઘટાડી શકે છે. ડાંગરમાં પ૦-૬૦ ટકા જેટલું નિંદણ ડાંગર રોપ્યા પછી ૧૦ થી ર૮ દિવસ સુધી ઉગે છે, જે ડાંગરના પાક સાથે હરીફાઈ કરી ડાંગરમાં ફુટની સંખ્યા ઘટાડી ઉત્પાદનમાં ઘટાડો કરે છે. જેથી સમયસર (પ્રથમ ૩૦ દિવસમાં) નિંદણ નિયંત્રણ સારૂ ઉત્પાદન મેળવવા ખૂબ જ જરૂરી છે. નિંદણ નિયંત્રણ માટેની પરોક્ષા પધ્ધતિઓ જેવી કે નિંદણ મુકત ધરૂ, યોગ્ય જમીનની તૈયારી, ખાતર અને પાણીનું વ્યવસ્થાપન અને પારની ફેરબદલી વગેરે નિંદણનો શરૂઆતમાં ઘટાડો કરવામાં અગત્યનો ભાગ ભજવે છે, આની સાથે પ્રત્યક્ષા પધ્ધતિઓ જેવી કે રાસાયણિક નિંદણ નિયંત્રણ અથવા કોનોવીડર, રોટરી વીડર જેવા સાધનોથી યાંત્રિક નિંદણ નિયંત્રણ શરૂઆતથી જ જો કરવામાં આવે તો સારૂ ઉત્પાદન મેળવી શકાય છે. અસરકારક નિંદણ નિયંત્રણની પધ્ધતિઓ અપનાવતા પહેલાં ડાંગરમાં ઉગતા જુદા જુદા નિંદણની ઓળખ, તેની ઉગાવાની પધ્ધતિ વગેરે જાણવી ખૂબ જ જરૂરી છે.