ડાંગરનું વધુ ઉત્પાદન મેળવવા કયા સમયગાળા દરમ્યાન પાકને નિંદણમુકત રાખવું એ જાણવુ ઘણું જ અગત્યનું છે. સામાન્ય રીતે રોપાણ ડાંગરમાં રોપણી પછી ૧૦-૩૦ દિવસનો સમયગાળો ખૂબ જ અગત્યનો છે, કારણ કે પપ-૬૦ ટકા નિંદણ આ સમયગાળા દરમ્યાન ઉગે છે જે ડાંગરના પાક સાથે પોષક તત્વો,પાણી અને પ્રકાશ માટે હરીફાઈ કરી ઉત્પાદન ઘટાડે છે. સામાન્ય રીતે જોવામાં આવેલ છે કે શરૂઆતમાં સુજ અને પહોળા પાનવાળા નિંદણ તથા જેમ જેમ વરસાદનું પાણી એકઠું થાય ત્યારે પાણીમા ઉગતા જલીય નિંદણો પાછલી અવસ્થામાં જોવા મળે છે.
નિંદણ ઉગતા અટકાવવાના પરોક્ષા પધ્ધતિઓ/ઉપાયો:
નીંદણ નિયંત્રણની આ પદ્ઘતિમાં નીંદણના બીજ યા પ્રસર્જન માટે વાનસ્પતિક ભાગો ઉપદ્રવિત વિસ્તારમાંથી નીંદણમુકત વિસ્તારમાં ન ફેલાય તેવા ઉપાયો કરવામાં આવે છે જે ઓછા ખચાળ અને સરળતાથી અપનાવી શકાય છે.
૧. જમીનની તૈયારી
વરસાદની શરૂઆતના એક માસ અગાઉથી ખેડ કરવાથી બહુવર્ષયુ નિંદણો દુર કરી શકાય છે. બીજી ખેડ વરસાદ પડવાના બે અઠવાડીયા અગાઉ કરવાથી નિંદણના ઉગાવામાં મદદ કરે છે અને રોપણી વખતે ઘાવલ કરવાથી તે તમામ નિંદણો જમીનમાં દબાવાથી નિંદણનો પ્રશ્ન ઓછો રહે છે.
૨. પાણીનું વ્યવસ્થાપન
ડાંગર રોપાણ કયર્ પછી પાણીનું સારૂ વ્યવસ્થાપન નિંદણ નિયંત્રણ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. ઘણાં બધા નિંદણો પાણી ભરાયેલ ખેતરમાં ઉગી શકતા નથી આથી જો ડાંગરની રોપણી પછી જેટલા દિવસો સુધી પાણીનું પ્રમાણ જાળવી રાખવામાં આવે તો તે નિંદણને ઘટાડી શકે છે, જો કે પાકને પાણીના ભરવાની અને નિતારવાની જરૂરીઆત રહેતી હોવા છતાં પાણીનું ૧પ-ર૦ સેમી જેટલું પ્રમાણ જાળવી રાખવામાં આવે તો તે વાષિક ઘાસ વર્ગના નિંદણ ઘટાડે છે..
૩. પાક વ્યવસ્થાપન
રોપણી માટે ઉપયોગમાં લેવામાં આવેલ ધરૂની ઉંમરનો નિંદણના વિકાસ સાથે સીધી અસર જોવા મળે છે, ઉંમરવાળુ ધરૂ નિંદણ સાથે વધુ સ્પધર્ાત્મક રીતે વતર્ી શકે છે જયારે નાનુ અને કુમળુ ધરૂના ઉપયોગથી નિંદણની સ્પધર્ાત્મકતા ખુબ જ વધી જાય છે. પ-૬ પાનવાળુ અને ૩૦-૩પ દિવસનું ધરૂ નિંદણને દબાવી શકે છે, કારણ કે આ પ્રકારનું ધરૂ ઝડપથી વિકાસ વધારી શકે છે. તે જ રીતે રોપણી અંતરને પણ નિંદણ સાથે સીધો સંબંધ છે, પહોળા ગાળે રોપાણ કરેલ ડાંગરમાં બે લાઈન વચ્ચે તથા બે છોડ વચ્ચે નિંદણને વિકાસ માટે જરૂરી જગ્યા મળી રહે છે આથી જો નાના ગાળે (ર૦ × ૧પ થી ૧પ × ૧પ સેમી) રોપણી કરવામાં આવે તો તે નિંદણ ઘટાડી શકે છે, જો કે પહોળા ગાળાનું રોપાણ પેડી વીડર/કોનોવીડર દ્બારા નિંદણ નિયંત્રણ કરવામાં ઉપયોગી થાય છે. પાયામાં કે પાકની શરૂઆતમાં નાઈટ્રોજનયુકત ખાતરના વપરાશથી નિંદણને પોષ્ાક તત્વો મળવાથી તેની વૃદ્વિ સારી થાય છે તેથી આ પ્રકારના ખાતરો પાયામાં આપવા કરતાં ૩-૪ હપ્તામાં પાછલી અવસ્થાએ આપવામાં આવે તો તે નિંદણમાં ઘટાડો કરવામાં ઉપયોગી સાબિત થાય.
૪. પાક પધ્ધતિઓ
ઓછા પાણીની જરૂરીયાતવાળા પાકો જેવા કે ઘંઉ, બટાટા, મકાઈ, મગફળી, સુર્યમુખી, જવ, રાઈ સાથે શિયાળુ/ઉનાળુ ઋતુમાં બેવડી પાક પધ્ધતિ અપનાવવાથી બહુવર્ષયુ નિંદણ તેમજ પાણીમાં ટકી શકતા નિંદણોનો ઘટાડો કરે છે. નિંદણોને હળવા બનાવતા પાકો જેવા કે ચોળા, મગ, અડદ પાક પધ્ધતિમાં દાખલ કરવાથી ડાંગરના પાકમાં નિંદણ ઘટાડવામાં મદદરૂપ થાય છે. એ પણ જોવામાં આવ્યુ છે કે ઘાસચારાના પાકો જેવા કે જુવાર, બાજરા અને મકાઈ વગેરે ઉનાળુ ઋતુમાં લેવાથી રોપાણ ડાંગરમાં નિંદણ ઘટાડે છે. પાકની ફેરબદલી બરસીમ, ઓટ જેવા પાકો સાથે કરવાથી નિંદણમાં ઘટાડો થાય છે.
૫. સોઈલ સોલરાઈઝેશન
સોઈલ સોલરાઈઝેશન પદ્ઘતિ દ્વારા વાતાવરણ, પાક, પાણી તથા જમીનને પ્રદુષિત થયા સિવાય નીંદણનિયંત્રણ કરી શકાય છે. ઉનાળામાં ખૂબ ગરમી હીય ત્યારે એપિ્રલ-મે માસ દરમ્યાન જમીન પિયત આપી વરાપ થયે પારદર્શક રપ માઈક્રોન (૧૦૦ ગેજ) એલ.ડી.પી.ઈ. પારદર્શક પ્લાસ્િટક ૧પ દિવસ સુધી જમીન ઉપર હવાચુસ્ત રીતે ઢાંકી રાખવાથી જમીનનું તાપમાન સામાન્ય રીતે ૪પ-૪૬૦ સે. હોય છે જે સોઈલ સોલરાઈઝેશન દ્વારા ૧૦-૧ર૦ સે. વધુ ઉંચુ જાય છે. જમીનના ઉપરના સ્તરમાં તાપમાન વધતાં જમીનમાં રહેલ નીંદણના બીજની સ્ફૂરણ શકિત નાશ પામે છે. સોઈલ સોલરાઈઝેશન અપનાવ્યા બાદ જમીનના ઉપરના સ્તરને ઉથલપાથલ કયર્ા સિવાય પાકની કે ધરૂની વાવણી કરવાથી અસરકારક નીંદણ નિયંત્રણ મળે છે. આ ઉપરાંત જમીનમાં રોગ કરનાર જીવાણુંઓ, ફૂગ તથા કૃમિનું પણ નિયંત્રણ થાય છે. આ પદ્ઘતિને લીધે જમીનમાં રહેલા કેટલાક જરૂરી આવશ્યક અલભ્ય પોષાકતત્વો લભ્ય સ્વરૂપમાં ફેરવાતા છોડને સહેલાઈથી શરૂઆતના ઉગાવા દરમ્યાન મળતા હોવાથી છોડ તંદુરસ્ત રહે છે. ધરૂવાડીયાના પાાકો તથા વધુ આવકવાળા પાકોમાં સોઈલ સોલરાઈઝેશન પદ્ઘતિનીંદણનિયંત્રણ માટે અસરકારક છે.