સામાન્ય રીતે ખેડુતો દ્બારા હાથથી નિંદણ કરવામાં આવે છે જેમાં ડાંગર રોપણી પછી ર૦-રપ દિવસે અને ૪૦-૪પ દિવસે એમ બે વાર નિંદણ કરવામાં આવે છે પરંતુ હાથથી નિંદણ કરવાથી મજુરી પાછળ ઘણો ખર્ચ થતો હોય છે આ ઉપરાંત ખેતરમાં પાણી વધુ હોય ત્યારે નિંદણનો મૂળ સાથે નિકાલ કરવામાં તકલીફ પડે છે. આથી ખેડુતો દ્બારા જુદી જુદી જાતના વીડરો વડે યાંત્રિક નિંદણ નિયંત્રણ અને રાસાયણિક દવાઓ વડે નિંદણ નિયંત્રણ કરવામાં આવે તો તે ખૂબ જ અસરકારક સાબિત થાય છે.