વિશ્વમાં બ્રાઝીલ પછી ભારત બીજા ક્રમે શેરડીના વાવેતર વિસ્તાર અને ખાંડ ઉત્પાદનમાં સ્થાન ધરાવે છે. કૃષિ આધારિત કાપડ ઉદ્યોગ પછી દ્રિતીય ક્રમે ખાંડ ઉદ્યોગની ગણતરી થાય છે. સને ૨૦૧૮-૧૯માં ભારતમાં કુલ ૫૫ લાખ હેકટરમાં શેરડીનું વાવેતર થયેલ જેમાંથી ઉત્પાદન ૪૧૪.૨ મિલિયન ટન ઉત્પાદન ૭૧.૧ ટન પ્રતિ હેક્ટર ઉત્પાદકતા તથા ૧૧.૦૧ % સુગર રીકવરી મળેલ છે. આમ છેલ્લા આઠ દશકામાં શેરડીના વાવેતર વિસ્તાર અને ખાંડ ઉત્પાદનમાં ખુબ જ સારો વિકાસ થયેલ છે. વિશ્વમાં ખાંડ પકવતા દેશોમાં ભારતનો ફાળો ૧૫.૦૩ % છે (DAC-2016). વિશ્વ બજારમાં ભારત ચોથા ક્રમાંકે ખાંડની નિકાસ કરે છે (જે ગ્લોબલ એક્સપોર્ટનાં ૪.૫૫ %). આમ કુલ ૮૫,૦૦૦ કરોડથી વધુ આવક ખાંડ ઉદ્યોગમાંથી થાય છે.
ગુજરાતમાં સને ૨૦૧૮-૧૯ના વર્ષમાં કુલ ૧.૮૮ લાખ હેકટરમાં શેરડીનું વાવેતર થયેલ હતુ જ્યારે તેમાંથી કુલ ૧૩૦ લાખ ટન ઉત્પાદન, ઉત્પાદકતા ૬૯.૦ ટન/હે. અને રીકવરી ૧૦.૮૨ % જેટલી હતી (ઇન્ડીયન સુગર-જાન્યુઆરી-૨૦૨૧). જે ૧૦૦ થી ૧૧૦ ટન સુધી વધારી શકાય તેમ છે.
સંશોધન દ્વારા સુધારેલ જાતો અને આધુનિક ખેત પદ્ધતિ દ્વારા આવનાર સમયમાં તે ૧૦૦ ટન સુધી વધારી શકાય તેમ છે. સુધારેલ જાતો, વિવિધ ખેતી પદ્ધતિઓ , પાક સંરક્ષણ ખાતરો તથા પિયર અને યોગ્ય સમયે યોગ્ય ભલામણો ખેડૂતમિત્રો દ્વારા અપનાવાય તો ચોક્સ શેરડીનું (sugarcane) ઉત્પાદન ૧૦૦ ટન સુધી વધારી શકાય તેમ છે. શેરડીમાં છેલ્લા પાંચ-છ વર્ષથી રોગ-જીવાતોનો ઉપદ્રવ વધતો જાય છે. ખાસ કરીને સુકારો, રાતડો, વેધકો અને સફ્ટ ખામી તથા વિવિધ ખાતરો અને ખર્ચાળ ખેતી પદ્ધતિઓથી ઉત્પાદન ખર્ચ વધે છે. ત્યારે શેરડીની સુધારેલા ખેતી પદ્ધતિઓ અપનાવી જરૂરી છે. જેથી ઉત્પાદન ખર્ચમાં કરકસર કરી અને ગુણવત્તાસભર ઉત્પાદન મેળવી શકાય છે.