NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી

  રાજયમાં ખાંડ ઉદ્યોગ માટેના અનુકુળ પરિબળો
  • દક્ષિણ તેમજ મધ્ય ગુજરાતની ખેત આબોહવા તેમજ પિયત સુવિધા  પાક તેમજ ખાંડ ઉદ્યોગ માટે ખુબ જ અનુકુળ છે.

  • રાજયનો ખાંડ ઉદ્યોગ ૧૦૦ % સહકારી માળખામાં છે.

  • રસ્તાની સારી સગવડો તેમજ બંદરો નજીક હોવાથી ખાંડ નિકાસની તકો.

  • રાજયમાં ઓદ્યૌગીક વિકાસ સારો હોવાથી ઉર્જાની ખુબ જ માંગ રહેલી છે. જે ઈથોનોલ તેમજ બગાસ આધારીત વીજ ઉત્પાદનથી મેળવી શકાય.

  • તંદુરસ્ત ઓદ્યૌગીક વાતાવરણ.

  • પ્રગતીશીલ ખેડૂતો તેમજ સહકારી માળખામાં ખેત સામગ્રીની ઉપલબ્ધિ.

  • કૃષિ યુનિવર્સિટી તેમજ સહકારી ખાંડ મંડળીઓ દ્વારા બાયોકમ્પોસ્ટ, ટીસ્યુકલ્ચર, જૈવિક  નિયંત્રણ તેમજ બીજ વૃધ્ધિ કાર્યક્રમ વિગેરેનો સઘન અમલ.

  • કૃષિ યુનિવર્સિટી દ્વારા વિવિધ ઉપયોગ માટે તેમજ જુદી જુદી ખેત આબોહવાને અનુકુળ જાતોની ભલામણ.

  • કેન્દ્ર તેમજ રાજય સરકાર દ્વારા નિદર્શનો તેમજ તાલીમની વ્યવસ્થા.

  • કૃષિ યુનિવર્સિટી દ્વારા શેરડીની ટકાઉ ખેતીની ભલામણો.

  • કૃષિ યુનિવર્સિટી,  સરકાર તેમજ સહકારી ખાંડ મંડળીઓ દ્વારા ડ્રીપ, ટીસ્યુકલ્ચર વિગેરેનો સઘન અમલ.