આ રોગ સ્પોરીસોરીયમ સીટામીનીયા નામની ફુગથી થાય છે. આ રોગની શરૂઆત દક્ષિણ ગુજરાતમાં ઇ.સ. ૨૦૦૦માં સીઓ. ૮૬૦૩૨, સીઓ. ૯૭૦૦૧ તથા સીઓએઅઆઇ ૯૫૦૭૧ જેવી શેરડીની જાતોમાં નોંધાયો હતો. મુખ્ય પાકમાં ૭ થી ૮ ટકા જ્યારે લામ પાકમાં ૪૦ થી ૬૦ ટકા સુધી રોગ જોવા મળે છે. આ રોગનું આક્રમણ માર્ચ-એપ્રિલ અને ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં જોવા મળે છે.