- રોગિષ્ટ શેરડીના પાન સાંકડા, આછા લીલા રંગના ટટ્ટાર જોવા મળે છે.
- રોગિષ્ટ શેરડીમાં ફુટ વધારે આવે, છોડ ઠીંગણો અને સાંઠા પાતળા જોવા મળે છે.
- શેરડીના ટોચ ઉપરથી ચળકતુ લાંબુ-કાળુ રંગનું ચાબુક જેવુ વર્ધન નીકળે છે, જે આ રોગની
વિશિષ્ટ ઓળખ ચિન્હ છે.
- પાતળું આવરણ ફાટતા તેમાંથી કાળી ફુગના બીજાણુંઓનો પાવડર હવા કે કિટકો દ્વારા
અન્ય છોડ કે જમીન પર પડે છે, જ્યાંથી પાણી દ્વારા ખેતરમાં ફેલાય છે.