ભવિષ્યમાં શેરડીમાંથી ખાંડના ઉત્પાદનની સાથે બાયો ફ્યુલ અને બાયો એનર્જી પણ મેળવી શકાય તેમ છે. ઇથેનોલ માન્ય પ્રાપ્ત બાયોફ્યુલ ટ્રાન્સપોર્ટ ઈંડસ્ટ્રીઝમાં વાપરી શકાય છે. આવનારા દિવસોમાં ઇથેનોલની ખૂબ જ માંગ રહેશે. હાલમાં ભારતમાં પેટ્રોલમાં ૫ % ઇથેનોલનું મિશ્રણ કરવાની પરવાનગી છે. ઈન્ડસ્ટ્રીઝ અને વાણિજ્ય વપરાશની માંગ વધવાને કારણે મોલાસીસમાંથી ઇથેનોલ બનાવવાનો માર્ગ પૂરતો નથી. વર્તમાન સમયમાં દેશમાં વધુ ખાંડનું ઉત્પાદન માંગ કરતાં વધુ છે તો સીધું જ રસમાંથી ઇથેનોલ બનાવી શકાય તેમ છે. આમ વધુ ઉત્પાદનના કારણે ખાંડના નીચા ભાવ સામે ઇથેનોલનું ઉત્પાદન કરી વધુ આવક મેળવી શકાય તેમ છે.