NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી
જમીનની તૈયારી

દક્ષિણ ગુજરાતમાં સામાન્ય રીતે શેરડી પછી ડાંગરની ખેતી કરવામાં આવે છે. ડાંગરમાં કાદવ ટ્રેકટર વડે થતો હોવાથી જમીનમાં સખત પડ બંધાય જવા પામે છે. આવા સંજોગોમાં આ જમીનમાં ટ્રેકટર ખેડ પહેલાં જમીન તોડવાનું કામ (સબ સોઈલીં)  ખુબજ જરૂરી છે. જે ચીઝલ પ્લાઉ કે સબ સોઈલરથી કરી શકાય.   ત્યારબાદ ટ્રેકટરથી અથવા બળદથી ચાલતા લોખંડી હળથી રપ થી ૩૦ સે.મી. ઉંડી ખેડ કરી, ખેડ વખતે માટીના ઢેફાં પડયા હોય તો સમાર અથવા તાવડીયો, કરબ વગેરેથી ઢેફાં ભાંગી નાંખવા જોઈએ. જમીન ભરભરી બનાવવા લીલો પડવાશ કર્યો હોય તો અગાઉથી ખેડ કરી પડવાશને જમીનમાં ભેળવી, કહોવાણ થઈ ગયા બાદ વાવણી માટે નીકપાળા બનાવવા.