બિયારણને નીચે મુજબની કોઈપણ એક પધ્ધતિથી ગરમીની માવજત આપવી જરૂરી છે :
(૧) ગરમ પાણીની માવજત (હોટ વોટર ટ્રીટમેન્ટ) ૫૦o સે. ઉષ્ણતામાન, ૨ કલાક માવજત આપવી
(૨) ભેજવાળી ગરમ હવાની માવજત (મોઈસ્ટ હોટ એર ટ્રીટમેન્ટ) ૫૪o સે. અને ૯૫ % સાંદ્રતા ભેજ, ૪ કલાક માવજત આપવી
(૩)ગરમ વરાળની માવજત (એરેટેડ સ્ટીમ ટ્રીટમેન્ટ) ૫૨o સે. ઉષ્ણતામાને ૧ કલાક ગરમીની માવજત
બિયારણના ટુકડાને પારાયુક્ત દવા (૨ ગ્રામ/લી.) અથવા કાર્બેન્ડીઝમ (૧ ગ્રામ/લી.) તથા મેલાથીઓન (૨ મિલી./લી.) અથવા ડાયમેથીએટ (૨ મિલી./લી.)ના મિશ્ર દ્રાવણમાં ૫ થી ૧૦ મિનિટ બોળી લીધા બાદ રોપવા.