NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી

બીજના ધારા ધોરણો (સીડ સ્ટાન્ડર્ડસ)

(૧) બિયારણ માટે શેરડી બીજ પાકની કાપણી ૬ થી ૮ મહિને કરવી.

(૨) બિયારણ ચોખ્ખું અને નુકશાન પામ્યા વગરનું હોવું જોઈએ.

(૩) બિયારણની શેરડીના સાંઠા પરની દરેક આંતરગાંઠ પર એક તંદુરસ્ત આંખ હોવી જોઈએ. કુલ

    બીજના બિયારણની આંખોમાંથી ૯૫ % આંખો તંદુરસ્ત હોવી જોઈએ. % સુધીની નબળી

    આંખોને ક્ષમ્યમાત્રા સુધી ગણવી.

(૪) કુલ આંખોમાંથી ૫ % થી વધારે ઉપસેલ આંખો અને ૧ સે.મી.થી છાલની નીચે આવેલ આંખો

    હોવી ન જોઈએ