(૧) બિયારણ માટે શેરડી બીજ પાકની કાપણી ૬ થી ૮ મહિને કરવી.
(૨) બિયારણ ચોખ્ખું અને નુકશાન પામ્યા વગરનું હોવું જોઈએ.
(૩) બિયારણની શેરડીના સાંઠા પરની દરેક આંતરગાંઠ પર એક તંદુરસ્ત આંખ હોવી જોઈએ. કુલ
બીજના બિયારણની આંખોમાંથી ૯૫ % આંખો તંદુરસ્ત હોવી જોઈએ. ૫ % સુધીની નબળી
આંખોને ક્ષમ્યમાત્રા સુધી ગણવી.
(૪) કુલ આંખોમાંથી ૫ % થી વધારે ઉપસેલ આંખો અને ૧ સે.મી.થી છાલની નીચે આવેલ આંખો
હોવી ન જોઈએ.