સામાન્ય રીતે છોડને પોષણ માટે કુલ ૧૬ (સોળ) તત્વો જેમાં મુખ્ય તત્વો (કાર્બન, હાઈડ્રોજન, ઓક્સિજન), ગૌણ તત્વોમાં (નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ) જયારે સુક્ષ્મ તત્વોમાં (લોહ, જસત, કેલ્શીયમ, મેગ્નેશિયમ, ગંધક, તાંબુ, મેંગેનીઝ, બોરોન, મોલીબ્લેડમ અને સીલીકોન)નો સમાવેશ થાય છે. જેમાંથી કાર્બન, ઓકિસજન અને હાઇડ્રોજન જરૂરિયાત મુજબ હવા અને પાણીમાંથી મેળવે છે. બીજા તત્વો છોડ જમીનમાંથી મેળવે છે. ખાસ કરીને જમીનમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ ઘણી ઓછી માત્રામા લભ્ય સ્વરૂપે હોય છે. આથી જરૂરી પોષક તત્વો જમીનનાં ક્ષારો, જમીનનાં સેન્દ્રિય કાર્બનમાંથી કે સેન્દ્રિય અથવા અસેન્દ્રિય રાસાયણિક ખાતરો સ્વરૂપે બહારથી આપવામાં આવે છે. આ દરેક (સોળ) તત્વો છોડનાં સર્વાંગી વિકાસ માટે એક સરખા અગત્યનાં છે. ગૌણ અને સૂક્ષ્મ તત્વોની ઊણપ અથવા વધુ માત્રાથી થતી ઝેરી અસરના છોડમાં જુદા જુદા લક્ષણો જોવા મળે છે.