શેરડીનું વધુ ઉત્પાદન અને ખાંડનો સારો ઉતારો મેળવવા માટે ભલામણ કરેલ રાસાયણિક ખાતર સાથે હેકટર દીઠ રપ ટન કહોવાયેલું છાણિયુ ખાતર આપવુ જોઈએ. છાણીયા ખાતરની અવેજીમાં હેકટરે ૬રપ કિ.ગ્રા દિવેલીનો ખોળ અથવા ૧ર-૧૫ ટન બાયોકમ્પોષ્ટ/પ્રેસમડ આપવાની ભલામણ છે. જે ખેડૂત (એક વર્ષ જુનો) પ્રેસમડ ૧ર ટન/હેકટરે આપે તેમણે ફોસ્ફરસના ભલામણ કરેલ જથ્થાનો અડધો જ (પ૦%) જથ્થો અને સલ્ફર પાકને આપવો નહીં.