વિશ્વમાં સૌથી વધુ પિયત વિસ્તાર ભારતમાં હોવા છતા ૪૦% પાક વિસ્તારમાં જ પિયત ઉપલબ્ધ છે. છુટુ પાણી કે જેનો કાર્યક્ષમ ઉપયોગ ઘણા બધા કારણોસર થઇ શક્તો નથી. એક અંદાજ પ્રમાણે પાણીનો ૩૫ થી ૪૦ % જેટલો જ કાર્યક્ષમ ઉપયોગ થઇ શકે છે કારણ કે પાણીના વહન અને વહેંચણીમાં થતો બગાડ મુખ્યત્વે હોય છે.
ટપક પિયત પધ્ધતિથી પાણી બચત વહનમાં થતો બગાડ અટકાવી શકાય, જમીન પરથી થતું બાષ્પીભવન અટકાવી શકય અને નિંદણ પ્રશ્ન હલ થઇ શકે અને પાકના મુળ વિસ્તારમાં કાયમી ભેજ રહેવાથી પાણીનો કાર્યક્ષમ ઉપયોગ (૯૦ %) કરી શકાય છે. આ ઉપરાંત પાણીની બચત સિવાય ટપક પધ્ધતિથી ખાતર આપવાથી રાસાયણિક ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થઇ શકે અને અભિગમ મુજબ “More crop per drop mission” સાર્થક કરી શકીએ.