NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી

    ટપક પિયત પધ્ધતિ ફાયદાઓ
  • ટપક પિયત અને ખાતર પધ્ધતિ દ્વારા પાકના મુળ વિસ્તારમાં જરૂરી માત્રામાં પાણી અને ખાતર આપવાથી વધુ પ્રમાણમાં પાણી અને ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થઇ શકે છે. આમ ખાતરનો ઝડપથી ઓગળવાથી, ઉડી જવાથી અને ડી-નાઇટ્રીફીકેશનથી થતો બગાડ ઓછો કરી શકાય છે.
  • સંશોધનના તારણ મુજબ ધોળીયા(પાળા) પધ્ધતિમાં પિયત આપવા કરતા શેરડીમાં ટપક પિયત પધ્ધતિ આપવાથી ૫૦ % પાણીની બચત કરી શકાય છે અને ૭૨.% વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
  • પરંપરાગત રીત કરતા ૫૮ થી ૬૦ % સુધી વિજળીની બચત અને પિયત માટેનો મજુરી ખર્ચ ઘટાડી શકાય છે.
  • ટપક દ્વારા ખાતર આપવાથી ૮૦ થી ૯૫ % ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થઇ શકે છે.
  • સંશોધનના તારણ પરથી ફલિત થયેલ છે કે વધુ ઉત્પાદન અને મજુરી ખર્ચ ઘટાડવાથી ટપક પિયત ખાતર પધ્ધતિથી વધારાની રૂ. .૫ લાખ પ્રતિ હેક્ટર સુધીની વધુ આવક મેળવી શકાય છે.

ડ્રીપ ઇરીગેશન યુનિટ                                                                            ડ્રીપ લેટરલનો લે-આઉટ