Navsari Agricultural University

મૂળનો કોહવારો

જમીનજન્ય ફૂગથી થતા આ રોગમાં છોડના જમીનના સ્તરે કાળાશ પડતા ડાદ્યા જોવા મળે છે. ઉપદ્રવ વધતા છોડ ઢળી પડે છે. પાન ખરી પડે છે અને આખરે છોડ મૂળથી જુદો પડી સુકાઈ જાય છે. સામાન્ય રીતે પાણી ભરાઈ રહેતું હોય ત્યાં તેમજ ઠંડી ચાલુ થયા પહેલાં જો વાવેતર કરેલ હોય તો વધુ ગરમીથી આ રોગનું પ્રમાણ જોવા મળે છે.

નિયંત્રણ:

-પાક ફેરબદલી કરવી.
- પાક વાવતા પહેલાં દિવેલીનો ખોળ હેકટરે ૧૦૦૦ કિલો પ્રમાણે જમીનમાં આપવો.
- ચણાની સુધારેલી જાતો જેવી કે ગુજરાત ચણા-૧ પિયત વિસ્તારમાં અને ગુજરાત ચણા-ર બિનપિયત વિસ્તારમાં વાવેતર માટે પસંદ કરવી.
-બીજને થાયરમ ર ગ્રામ +કાબર્ેન્ડાઝીમ ૧ગ્રામ / કિલો બીજ પ્રમાણે બીજ માવજત આપીને વાવેતર કરવું.
- જૈવિક નિયંત્રણ માટે ટ્રાયકોડમર્ા વીરીડી નામની ફૂગથી ૪ ગ્રામ / કિલો બીજ પ્રમાણે બીજ માવજત આપવી.
- ઠંડીની શરૂઆત થાય પછીજ વાવેતર કરવું.


સુકારો

આ રોગમાં વાવણી બાદ ત્રણ અઠવાડિયા પછી ધરૂ અવસ્થામાં છોડ સુકાઈ જમીન પર ઢળી પડે છે. પાછતરો સુકારો પાકની ૩૦ થી ૩પ દિવસની અવસ્થાથી માંડી ચણાના પોપટા પાકે ત્યાં સુધી જોવા મળે છે. પાન પીળા પડી અને આખો છોડ સુકાઈ જાય છે. કયારેક છોડ આખો ન સુકાતા અમુક ડાળી સુકાયેલ જવા મળે છે. જેને `આંશિક સુકારો` કહે છે. સુકાયેલ છોડને જમીનમાંથી ઉપાડી તપાસતાં તેમાં બહાથી કોહવારો જોવા મળતો નથી પરંતુ છોડનાં થડને ઉભું ચીરવામાં આવે તો તેની જલવાહિની દ્યેરા કથ્થઈ કે કાળા રંગની જોવા મળે છે.

નિયંત્રણ:

- પાકની ફેરબદલી કરવી (ચણા પછી જુવાર અથવા બાજરી. )
- વાવેતર પહેલાં જમીનમાં ૧૦૦૦ કિલો/હેકટર પ્રમાણે દિવેલીનો ખોળ આપવાથી રોગની તીવ્રતા દ્યટે છે.
- રોગમુકત પ્રમાણિત બીજ પિયત વિસ્તાર માટે રોગ પ્રતિકારક જાત ગુજરાત ચણા-૧ અને બિનપિયત માટે ગુજરાત ચણા-રનું વાવેતર કરવું.
- બીજને વાવતા પહેલાં થાયરમ ર ગ્રામ+ કાબર્ેન્ડેઝીમ ૧ ગ્રા/ કિલો બીજ દીઠ પટ આપવો અથવા ટ્રાયકોડમર્ા વીરીડી ૪ ગ્રામ અને કાબર્ોક્ષાીન ૧ ગ્રામ પ્રમાણે બિયારણને પટ આપીને વાવેતર કરવું.


સ્ટંટ વાયરસ

આ રોગ મોલોમશી નામની જીવાતથી ફેલાય છે. શરૂઆતની અવસ્થામાં રોગ આવી જાય તો છોડ કદમાં નાનો રહી જાય છે. બે ગાંઠ વચ્ચ્ેનું અંતર દ્યટી જાય છે. પાછલી અવસ્થામાં રોગ લાગે તો પાન પીળા અથવા ભૂખરાં રંગના થઈ જાય છે. પાન અને થડ બરડ ને જાડા થઈ જાય છે. થડની છાલ ઉખેડતા છાલની નીચે અન્નવાહિની દ્યેરા કથ્થઈ રંગની જોવા મળે છે.

નિયંત્રણ:

- રોગપ્રતિકારક જાતો (પિયત વિસ્તાર માટે ગુજરાત ચણા-૧ અને બિન પિયત વિસ્તાર માટે ગુજરાત ચણા-ર ) નું વાવેતર કરવું.
- બે હાર વચ્ચે ૩૦ સે.મી.નું અંતર રાખવાથી રોગનું પ્રમાણ દ્યટાડી શકાય છે.
- રોગિષ્ટ છોડ જોવા મળેતો ઉપાડીને નાશ કરવો.
- આ રોગ મોલોમશી ધ્વારા ફેલાતો હોવાથી તેના નિયંત્રણ માટે કોઈપણ એક શોષ્ાક પ્રકારની કીટશનાશક દવાનો છંટકાવ કરવો.
- ઠંડીની શરૂઆત થાય પછી જ વાવેતર કરવું.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.