Navsari Agricultural University

કાલવ્રણ (એન્થ્રેકનોઝ)

આ ફૂગથી થતો રોગ છે. પાકની કોઈપણ અવસ્થાએ આ રોગ થઈ શકે છે. રોગની શરૂઆતમાં પાન અને શિંગો ઉપર સાધારણ ગોળાકાર ટપકાં થાય છે. ટપકાં બદામી રંગના અને જુદા જુદા કદના હોય છે. ટપકાંનું કેન્દ્ર દ્યાટા કાળા રંગનું હોય છે. જેની કિનારીઓ દ્યાટા લાલ રંગની અથવા પીળા કે નારંગી રંગની હોય છે. મોટા ભાગે આ ટપકાં પાનની નીચેની બાજુએ જોવા મળે છે. છોડ નાના હોય અને રોગ લાગે તો છોડ સુકાઈ જાય છે. ગરમ અને ભેજવાળું વાતાવરણ રોગની વૃધ્િધમાં મદદ કરે છે.

નિયંત્રણ :

- રોગમુકત બિયારણ પસંદ કરવું.
- બિયારણને વાવતા અગાઉ કેપ્ટાન અથવા થાયરમ દવાનો એક કિલોગ્રામ બિયારણ દીઠ ૩ ગ્રામ પ્રમાણે પટ આપવો.
- રોગની શરૂઆત થાય કે તરત જ કાબર્ેન્ડાઝીમ દવા ૧૦ લિટર પાણીમાં ૧૦ ગ્રામ પ્રમાણે ભેળવીને છટકાવ કરવો.


જીવાણુંથી થતા ટપકાં

આ રોગ એક પ્રકારનાં જીવાણુંથી થાય છે. રોગની શરૂઆતમાં પાન ઉપર ગોળ અથવા અનિયમિત આકારનાં ટપકાં થાય છે. જે પાછળથી રતાશ પડતા રંગનાં બને છે. ટપકાં પાનની બંને તરફ ઉપસી આવેલા દેખાય છે. પર્ણદંડ, ડાળી તેમજ થડ ઉપર પણ આવાં ટપકાં દ્યણી વખત લાંબી પટૃીના રૂપમાં જોવા મળે છે. ગરમ અને ભેજવાળું વાતાવરણ આ રોગને વધુ માફક આવે છે.

નિયંત્રણ:

- રોગમુકત બિયારણની પસંદગી કરવી.
- રોગ જણાય ત્યારે સ્ટ્રેપ્ટોસાયકલીન સલ્ફેટ ર ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં મેળવીને છંટકાવ કરવો.


પંચરંગીયો(મોઝેઈક)

આ રોગમાં પાન ઉપર પીળા રંગના અનિયમિત આકારના છૂટાછવાયા ટપકાં જોવા મળે છે. જે પાછળથી મોટા થઈને આખા પાનને પીળુ બનાવી દે છે. પાન કદમાં નાના અને જાડા થઈ જાય છે. નવી ફૂટતી કુંપળોનો ભાગ પીળો થઈ ગયેલો દેખાય છે. પાન ઉપર નાના પીળા ટપકાં પડે છે. અસર પામેલા
છોડમાં ખૂબજ ઓછા ફૂલ બેસે છે અને શિંગો તથા દાણાનું કદ નાનું રહે છે. આ રોગને કારણે ૮૦ થી ૧૦૦ ટકા સુધીનું નુકસાન થઈ શકે છે. આ રોગનો ફેલાવો સફેદમાખીથી થાય છે.

નિયંત્રણ:

- રોગ પ્રતિકારક જાત જેવી કે - ૮પ૧, મગ ગુજરાત-૧ અને મગ ગુજરાત-ર વાવણી માટે પસંદ કરવી.
- રોગિષ્ટ છોડનો વહેલી તકે ઉપાડીને નાશકરવો. ડાયમીથોએટ ૧૦ મિ.લિ., ટ્રાયઝોફોસ ર૦ મિ.લિ., મિથાઈલ-ઓ-ડમેટોન ૧૦ મિ.લિ. પૈકી કોઈપણ એક કીટનાશક દવા ૧૦ લિટર પાણીમાં ભેળવીને જરૂરિયાત મુજબ વારાફરતી છંટકાવ કરવાથી સફેદમાખીનું અસરકારક નિયંત્રણ મળે છે.


ભૂકી છારો

આ રોગ પાકની ગમે તે અવસ્થાએ આવે છે. પરંતુ ફૂલ બેસવાની અવસ્થાએ આ રોગની તીવ્રતા વધુ હોય છે. આ રોગમાં પાન ઉપર સફેદ પાઉડર જેવા ધાબા પડે છે. ત્યારબાદ પર્ણદંડ, શિંગો અને થડ ઉપર ફેલાય છે. પાન સુકાઈ જઈને ખરી પડે છે. રોગની તીવ્રતા વધુ હોય ત્યારે આખો છોડ સુકાઈ જાય છે.

નિયંત્રણ:

- વેટેબલ સલ્ફર ર૦ ગ્રામ અથવા કાબર્ેન્ડાઝીમ ૧૦ ગ્રા અથવા હેકઝાકોનાઝોલ ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી રોગની શરૂઆતથી ત્રણ છંટકાવ દર પંદર દિવસનાં અંતરે કરવા.


સરકોસ્પોરા ફૂગથી થતા પાનનાં ટપકાં

પાન ઉપર બદામી રંગના દ્યણા ટપકાં પડે છે. ટપકાંનું કેન્દ્ર રાખોડી રંગનું અને કિનારી લાલાશ પડતા બદામી રંગની હોય છે. ટપકાં પાનની ધાર નજીક વધુ જોવા મળે છે. પાન ઉપર ટપકાંની સંખ્યા અને કદમાં ક્રમશ: વધારો થતાં અપરિપકવ અવસ્થાએ પાન ખરી જાય છે. રોગિષ્ટ છોડની શિંગોમાં દાણા પણ નાના હોય છે. જેના લીધે ઉત્પાદનમાં દ્યટાડો થાય છે.

નિયંત્રણ:

ફૂગનાશક દવા હેકઝાકોનાઝોલ ૧૦ મિ.લિ./ ૧૦ લિટર અથવા કાબર્ેન્ડાઝીમ ૧૦ ગ્રામ/ ૧૦ લિટર પ્રમાણે બે છંટકાવ કરવા. પ્રથમ છંટકાવ રોગની શરૂઆત થયે અને બીજો છંટકાવ ૧પ દિવસ પછી કરવો.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.