NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

  ડાંગરની સીરા પધ્ધતિના અગત્યના મુદૃાઓ

(૧) ડાંગરના અવશેષોનો ફેર વપરાશ.

(ર) ઝાડના પાંદડા (ગ્લીરીસીડીયા) નો લીલો પડવાશ તરીકે ઉપયોગ.

(૩) વધુ ઉત્પાદન આપતી ડાંગરની જાતોને ચોકકસ અંતરે ફેરરોપણી કરવી (જોડીયા હાર પધ્ધતિથી).

(૪) ફોસ્ફરસ યુકત યુરીયાની ગોળીઓનો રાસાયણિક ખાતરરૂપે કાર્યક્ષામ ઉપયોગ.

(૧)     ડાંગરના અવશેષોનો ફેરવપરાશ

          નાઈટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ તત્વો ડાંગરની વૃધ્ધિ  અને ઉત્પાદન વધારવા માટે મોટા પ્રમાણમાં જરૂરી છે. સીલીકોન તત્વ પાકની સારી સપ્રમાણ વૃધ્ધિ  અને નિરોગી રાખવામાં અગત્યનો ભાગ ભજવે છે.

(અ) ડાંગરની કુશકીની કાળી રાખ ધરૂવાડિયામાં બી વાવતા પહેલા જમીનમાં ભેળવવી

        ડાંગરની કુશકીની કાળી રાખ ધરૂવાડિયામાં ધરૂ નાખતાં પહેલા એક ચોરસ મીટરમાં ૦.પ૦ થી ૧.૦૦ કિલોના પ્રમાણમાં ૧૦ સેમી.ની ઉંડાઈએ ભેળવવી.

(બ) ડાંગરનું પરાળ રોપણી પહેલાં જમીનમાં દબાવવું.

           ડાંગરનું સુકું પરાળ ડાંગર રોપણ પહેલા ર ટન પ્રતિ હેકટરે જમીનમાં પાથરી દેવું અને પગે છુંદી જમીનમાં દાટવું. આમ કરવાથી ૩૦ થી ૪૦ કિલો પોટાશ અને ૧ર૦ થી ૧૪૦ કિલો સીલીકોન જમીનમાં ઉમેરી શકાય છે.

(ર) ગિરિપુષ્ય (ગ્લરીસીડીયા) ઝાડના પાંદડાનો લીલો પડવાશ તરીકે ઉપયોગ

 
  sira2.jpg


           ર થી ૪ માસના રોપા અથવા ર થી ૪ સેમી. વ્યાસની અને ૩૦ થી૧૦૦ સેમી. લાંબી ઝાડની ડાળખી ૧.પ૦ મીટરના અંતરે લગાવવી. ર થી ૪ વૃક્ષા પાસેથી મળેલ લીલો પાલો (અંદાજીત ૩૦ કિલો)૧ ગુંઠા માટે પુરતો છે.

(૩) વધુ ઉત્પાદન આપતી જાતોનું ચોકકસ અંતરે જોડીયા હાર પધ્ધત્િાથી ફેરરોપણી

           જાપાનીસ પધ્ધતિના બે હાર વચ્ચે ર૦ સેમી. અને એકએક હારમાં બે છોડ વચ્ચે ૧પ સેમી. એતર જાળવવાનું હોય છે. જયારે સીરા પધ્ધતિમાં બે હાર વચ્ચે ૧પ સેમી.નું અંતર જગ્યા છોડી ૧પ સેમી.ની જોડિયા હાર આવે છે. તેજ રીતે એક હારમાં બે છોડ વચ્ચે  ૧પ સેમી. અંતર ત્યારબાદ રપ સેમી. જગ્યા છોડી ફરી ૧પ સેમી. અંતરે બે છોડ આવે છે. જેથી ૧પ×૧પ ચોરસ મેળવી શકાય.