મરચીનો કોકડવા:
-------------
આ રોગ વિષાણુંથી થાય છે. જયારે રોગનો ફેલાવો સફેદ માખી દ્વારા થાય છે. રોગિષ્ટ છોડ નાનો હોય છે. જયારે પાન નાના અને નીચેની સપાટી તરફ વળી જાય છે. છોડ પીળાશ પડતો દેખાય છે. આવા છોડ પર મરચાં ઓછા બેસે છે કે બેસતા નથી. મરચા બેસે તો તે વિકૃત થયેલા જોવા મળે છે.
નિયંત્રણ:
-----------
૧. વાહક કિટકોનું જંતુનાશક દવા વડે નિયંત્રણ કરવાથી રોગનું પ્રમાણ ધટે છે.
ર. ધરૂ નાંખતાં પહેલાં કાર્બોફયુરાન ૩ % દાણાદાર દવા હેકટરે ૩૦ કિલો પ્રમાણે જમીનમાં આપી ધરૂ નાંખવું.
૩. સફેદમાખીનાં નિયંત્રણ માટે રોપણી પછી ર૦ દિવસ બાદ મિથાઈલ-ઓ-ડીમેટોન રપ ઈસી દવા ૧૦ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઓગાળી મરચાં ઉતાર્યા પછીથી ૧૦ થી ૧ર દિવસના અંતરે પાંચ થી સાત છંટકાવ કરવા.
૪. મરચીના પાકમાં થ્રીપ્સ અને કથીરી (માઈટસ)ના નુકશાનથી કોકડવા જેવા લક્ષાણો જોવા મળે છે. આ પરિસ્થિતિનાં નિયંત્રણ માટે કાબર્ોફયુરાન ૩% દાણાદાર દવા ૩૦ કિ.ગ્રા.પ્રતિ હેકટર પ્રમાણે, છોડની ફરતે આપવી. ત્યારબાદ ર૦ દિવસ પછીથી શોષ્ાક પ્રકારની દવાના જરૂરિયાત મુજબ છંટકાવ કરવા.
મરચીનાં થડનો કહોવારો:
---------------------
આ રોગ સ્કેલેરોશીયમ રોલ્ફસાઈથી થતો ફુગજન્ય રોગ છે. રોગના લક્ષાણોમાં થડ કહોવાઈ છોડ મૃત્યુ પામે છે.
નિયંત્રણ:
---------
૧. કાર્બેંન્ડાઝીમ પ૦ વે.પા. દવા ર૦ ગ્રામ અથવા કોપર ઓકસીકલોરાઈડ પ૦ વે.પા. દવા ૬૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીનું દ્રાવણ મરચીનાં થડમાં નાખવાથી રોગ અટકાવી શકાય છે.
ર. જૈવિક નિયંત્રણ: દરેક ખામણે રીંગણ વાવતી વખતે ટ્રાઈકોડર્માનું કલ્ચર આપવાથી ફાયદો થઈ શકે છે.