પાનનાં ભૂરા ટપકા :
---------------
ફૂગથી થતો આ રોગ પોટાશની ઉણપવાળી જમીનમાં ખાસ કરીને નાની ઉંમરમાં ઝાડમાં વિશેષ જોવા મળે છે. આ રોગની શરૂઆતમાં પરિપકવ પાન પર આછા પીળા ટપકાં જોવા મળે છે. જેને ફરતી કાળી કિનારી હોય છે. ત્યારબાદ આવા ટપકાંનો વચ્ચેનો ભાગ ભૂખરો થઈ જાય છે અને તેને ફરતે પીળા અથવા પીળા લીલા રંગની ધાર જોવા મળે છે. રોગની તીવ્રતા વધતા પાનનો મોટો ભાગ સૂકાય જાય છે.
નિયંત્રણઃ
------
૧. બગીચાની નિતારશકિત સુધારવી તેમજ પુરતા પ્રમાણમાં પોટાશયુકત ખાતર આપવાથી આ રોગની તિવ્રતા દ્યટે છે.
ર. કાર્બેન્ડેઝીમ પ૦ ટકા વે.પા. (પ ગ્રામ /૧૦ લિટર પાણી) અથવા એક ટકાવાળા બોર્ડોમિશ્રણનો છંટકાવ જરૂર મુજબ કરવો.