ધરૂ ઉછેરવા માટે પહોળા-છીછરા કુંડા અથવા ગાદી કયારા તૈયાર કરી તેમાં બીજનું વાવેતર છીછરા ચાસ પાડી કરવું. ત્યારબાદ તેને ડાંગરની પરાળ અથવા ખજુરીના પાન વડે બીજનું અંકુરણ થાય ત્યા સુધી ઢાંકવું અને બીજનું સ્ફૂરણ થતા આવરણ દૂર કરવું. ધરૂવાડિયાને ઝારા વડે પાણી આપવું. એક હેકટરના પાકની ફેરરોપણી માટે ૧ થી ૧.પ કિ.ગ્રા. જયારે હાઈબ્રીડ જાતો માટે રપ૦ ગ્રામ બીજની જરૂર પડે છે. ગલગોટાના બીજની જીવનશકિત એકાદ વર્ષમાં નાશ પામતી હોઈ દર વર્ષે નવા બીજનો વાવેતર માટે આગ્રહ રાખવો. ગલગોટાના ધરૂની ફેરરોપણી જયારે ૪-પ મુખ્ય પાંદડાં આવે ત્યારે કરવી યોગ્ય છે. જે માટે ૩૦-૩પ દિવસનો સમય લાગતો હોય છે. ચોમાસાની ઋતુમાં જૂના છોડનાં કુમળા કટકા વાવીને પણ છોડ તૈયાર કરી શકાય છે.