આ પાકના શરૂઆતના વૃધ્ધિકાળ દરમ્યાન આંતર ખેડ કરી શકાય છે. પરંતુ છોડને નુકશાન ન થાય તે ખાસ જોવું. છોડનો ફેલાવો થયા પછી આંતર ખેડ કરવી યોગ્ય નથી. ધરૂની ફેરરોપણી કર્યા બાદ વારંવાર નીંદણ કાઢવું ખાસ જરૂરી છે. જેથી બે - ત્રણ પિયત બાદ કોદાળીથી હળવો ગોડ કરી ખુરપી વડે બધું જ નીંદણ દૂર કરવું. ગલગોટાના જીવનકાળ દરમ્યાન ૪ થી ૬ વખત નીંદામણ કરવાની જરૂર રહે છે.