Navsari Agricultural University
(અ) ટેકા આપવા :
ગલગોટાની ઉંચી વધતી જાતોનો વિકાસ થતાં છોડ ઢળી ન પડે માટે ફૂલો બેસતા પહેલા જરૂર પડયે છોડના થડમાં માટી ચઢાવવી તેમજ દરેક છોડના થડ પાસે પાતળી વાંસની લાકડી જમીનમાં ખોસીને ઢીલી દોરીથી એક થી બે જગ્યાએ લાકડી સાથે બાંધી ટેકો આપવાથી છોડ ઢળી પડતા નથી. જેથી ફૂલોની ગુણવત્તા બગડતી અટકાવી શકાય છે.
(બ) છોડની અગ્રકલિકા ચુંટવી (પીંચીંગ):
ગલગોટાની આફ્રીકન જાતોમાં આ માવજત ફાયદાકારક માલુમ પડી છે. છોડની ફેર રોપણી બાદ ૩પ થી ૪૦ દિવસે છોડની અગ્રકલીકા હાથ વડે ચૂંટીને દૂર કરવી જેથી કક્ષાકલીકાઓમાંથી નવી ડાળીઓ જુસ્સાભેર ફૂટશે અને છોડનો ફેલાવો સારો થશે જેથી સારી ગુણવત્તાવાળા વધુ ફૂલો મળશે. કોઈકવાર જયારે મોડી ફેરરોપણી કરવામાં આવે છે ત્યારે અગ્રકલિકા ઉપર ફૂલની કળી જલદીથી બેસી જાય છે. ત્યારે પણ કળીને ચૂંટીને દૂર કરવી જોઈએ. જેથી છોડ પોતાની વાનસ્પતિક વૃદ્ઘિ પૂરી કરી શકે.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.