Navsari Agricultural University
૧. ધરૂના કહોવારાનો રોગ: આ રોગમાં ધરૂવાડીયામાં છોડ જમીન પાસેથી કહોવાઇ જઇ ઢળી પડે છે. વધુ પડતો ભેજ જમીનમાં ન થાય તેની કાળજી રાખવી, બીજને ફુગનાશક દવાનો પટ આપી વાવણી કરવી, કાર્બેન્ડાઝીમ ૧૦ ગ્રામ/૧૦ લિટર મુજબ ધરૂવાડિયામાં રેડવું જોઇએ.
૨. કોલર રોટ: આ રોગમાં છોડના ઉપર કાળા ટપકાં/ઉઝરડા જોવા મળે છે. થડ મૂળ પાસે કહોવાઇ જતાં મરી જાય છે. પિયતમાં નિયંત્રણ રાખવું, કાર્બેન્ડાઝીમ ૧૦ ગ્રામ/૧૦ લિટર મુજબ મૂળ વિસ્તારમાં રેડવું જોઇએ.
૩. ફૂલનો કહોવારો: આ રોગમાં રોગિષ્ઠ કળી કરમાઇ જાય છે અને ઘાટા રંગની થઇ જાય છે. પાન પણ કરમાઇ જાય છે.અને પર્ણની ટોચ તથા કિનારી ઉપર ટપકાં જોવા મળે છે. મેન્કોઝેબ ૨૦ ગ્રામ/ ૧૦ લિટર પ્રમાણે છંટકાવ કરવો.
૪. ભૂકી છારો: આ રોગમાં પર્ણ ઉપર તેમજ ટોચ ઉપર સફેદ કલરનો પાવડર જેવો ફુગનો વિકાસ યથયેલ જોવા મળે છે. સલ્ફેક્ષ ૨૦ ગ્રામ/ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.


� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.