આ પાકનું સંવર્ધન ગાંઠોથી થાય છે. સ્પાઈડર લીલીનો પાક બહુ વર્ષાયુ છે. એકવાર રોપાણ કર્યા બાદ વારંવાર રોપવાની જરૂર રહેતી નથી આશરે પ થી ૭ વર્ષ સુધી સફળતાપૂર્વક પાક લઈ શકાય છે. સ્પાઈડર લીલીનું વર્ધન તેના કંદની રોપણી કરીને થાય છે. જુના પાકના છોડને જમીનમાંથી ખોદતા એક છોડમાંથી પાંચ થી સાત જેટલા કંદ મળે છે. જેને એકબીજાથી અલગ કરી પાનનો ભાગ સાફ કરી રોપણી માટે વપરાશમાં લેવાં.