કંદની રોપણી બે હાર વચ્ચે ૪પ થી ૬૦ સે.મી.અંતર અને એક હારમાં બે છોડ વચ્ચે ર૦ સે.મી.ની અંતર રાખી કરવી જોઈએ. સામાન્ય રીતે ખેડૂતો બે હાર વચ્ચે ૯૦ સે.મી. અંતર રાખી રોપણી કરે છે. જેથી આંતરખેડ અને ફૂલ ઉતારવાની કામગીરીની અનુકૂળતા રહે. પરંતુ એકમ વિસ્તારમાં છોડની સંખ્યા ઓછી થતા ઉત્પાદન પર અસર થાય છે. આશરે ૩ વર્ષ બાદ ૧ કંદમાંથી નવા પ થી ૬ કંદનું સર્જન થતાં સમય જતા ઉત્પાદનમાં વધારો થતો જોવા મળે છે. અમુક ખેડૂતો જોડીયા હારની પધ્ધતિથી પણ વાવેતર કરે છે. જેમાં બે હાર વચ્ચે ૩૦ સે.મી. અને બે જોડીયા હાર વચ્ચે ૬૦ સે.મી.નું અંતર રાખે છે.