સ્પાઈડર લીલીના ફૂલોની કળીને બંધ પરંતુ પૂરેપુરી પરીપકવ અવસ્થાએ કાપણી કરવી જોઈએ. કળી ચૂંટવાની કામગીરી વહેલી સવારે અથવા સાંજના ઠંડા પહોરે કરવી. ચૂંટેલી કળીઓને પ૦ નંગના માપમાં જુડીઓ બાંધવી. આ જુડીને ટોપલી, કંતાનની થેલીઓમાં કે પ્લાસ્ટીક બેગમાં પેક કરી બજાર માટે રવાના કરવી. ટ્રાન્સપોર્ટમાં ફૂલને નુકશાનથી બચાવવા માટે જૂડીને પુંઠાના ખોખામાં અથવા પ્લાસ્ટીક થેલીમાં મોકલવાથી બજાર ભાવ સારા મળે છે.