ઉનાળા તેમજ ચોમાસાની ઋતુમાં શિયાળાની ઋતુ કરતા વધુ ઉત્પાદન મળે છે. તેમ છતાં ઉત્પાદનનો આધાર જમીન, ખાતર, પાણી અને ખેતકાર્યોની માવજત પર રહે છે. આખા વર્ષનું ઉત્પાદન લક્ષમાં લેતા હેકટર દીઠ પ થી ૬ લાખ જુડીઓ જેટલું ઉત્પાદન મળે છે. આ એક ૧૦૦૦ કળીનો ભાવ માંગ અને પુરવઠાને આધીન ૪૦ થી ૬૦ રૂપિયા જેટલો મળે છે. ધણી વખત બધાજ ફૂલોનું વેચાણ થતું નથી. કારણ કે વેચાણની સુવિધા, માંગની અસ્થિરતા, વેપારીના ધારા ધોરણ વગેરે ધ્યાનમાં લેતાં ૯૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ રૂપિયા સુધીની આવક પ્રતિ હેકટરે થાય છે.