પૂર્ણ વિકાસ પામેલી સફેદ રંગની કળીઓ સાંજના સમયે અથવા વહેલી સવારે ચુંટવી. ત્યારબાદ તેને વાંસના કરંડિયામાં ભીનુ કંતાન નાખી પેક કરી વહેલી સવારે બજારમાં મોકલવા. મોગરાનો પાક ઉનાળા તથા ચોમાસા દરમ્યાન આવે છે. જયારે પારસનો પાક શિયાળાના મહિનાઓમાં આવે છે. જો આ બંને પાકોનું વાવેતર થોડા થોડા વિસ્તારમાં એક સાથે કરવામાં આવે તો ખેડૂતને આખા વર્ષ દરમ્યાન ફૂલોનું ઉત્પાદન મળી રહે છે, અને બજારની માંગને સંતોષી શકાય છે.