જીવાત વ્યવસ્થાપન:
----------------
અ.નં. જીવાતનું નામ નિયંત્રણ (૧૦ લીટર પાણીમાં કોઈપણ એક દવા)
---------------------------------------------------------------------------
૧. લાલ કાળા મરીયા:
----------------------
• વેલાની ફરતે ૩૦ દિવસે કાબર્ફયુરાન દાણાદાર દવા છોડ દીઠ ૩ ગ્રામ પ્રમાણે આપવી.
• વહેલી સવારે આ કિટક ચુસ્ત હોય તે વખતે હાથથી વીણી નાશ કરવો.
• એન્ડોસલ્ફાન ર૦ મીલી સ કાબર્રીલ પાવડર ૪૦ ગ્રામ સ ડીડીવીપી પ મીલી, ફોસ્ફામીડોન ૪ મીલી.
•અરકા મનીક જાતની વાવણી કરવી.
• એન્ડોસલ્ફાન ૪ ટકા ભૂકી હેકટર દીઠ ૩૦ કિલો પ્રમાણે છોડ અને જમીન પર પડે તે રીતે છાંટવી
ર. મોલોમશી
-----------------
• ખેતરમાં પીળા ચીકણાં પિંજર હેકટર દીઠ ૧૦ થી ૧પ ની સંખ્યામાં મૂકવા.
• ડાયમીથોએટ ૧૦ મીલી, મીથાઈલ-ઓ-ડેમેટોન ૧૦ મીલી.
• મોલોભક્ષી સીરફીડ માખી, લેડીબર્ડ બીટલ કે ક્રાયસોપરલા વેલા ઉપર જોવા મળે તો જંતુનાશક દવા છાંવાનું ટાળવું.
• ખેતરમાં સ્વચ્છતા રાખવી.
૩. ફળમાખી (બેકટ્રોસેરા કુકરબીટી)
-------------------------------
• પાક લીધા પછી ઉનાળમાં ઉડી ખેડ કરવી.
• ટુવા પડેલ ફળોને નિયમિત રીતે વીણી ઢગલો કરી જમીનમાં ૧.પ મીટર ઉંડે સુધી દાટી દેવા તથા મીથાઈલ પેરાથીઓન ર ટકા ભૂકી ભભરાવવી.
• ૧૦ લીટર પાણીમાં ૪પ૦ ગ્રામ ગોળ ઓગાળીફ તેને ર૪ કલાક રાખી મૂકવું ત્યારબાદ તેમાં પ મીલી. ડાયકલારવોસ અથવા ર૦ મીલી. મેલાથીઓન અથવા ૧૦ મીલી ફેન્થીઓન દવા મિશ્ર કરી ફૂલ આવ્યા બાદ દર અઠવાડીયે એકવાર મોટા ફોરે સાવરણી વડે સાવરણી વડે વેલાઓ ઉપર તથા ખેતરના શેઢા પાળા ઉપર પણ છાંટવી.
• ' કયૂ લ્યૂર ' ટ્રેપ હેકટરે ૧પ થી ર૦ ની સંખ્યામાં ઉપયોગ કરવો.
• મીથાઈલ યુજીનોલ ટ્રેપ નો ઉપયોગ કરવો નહી.
૪. લશકરી ઈયળ:
--------------------
• કલોરપાયરીફોસ ર૦ મીલી., કવીનાલફોસ ર૦ મીલી., ડી.ડી.વી.પી. ૩ મીલી.નો છંટકાવ કરવો.
પ. ટેટ્રાનીકીડ કૂળની પાન કથીરી:
------------------------------
• ડાયકોફોલ ૧૦ મીલી. નો છંટકાવ કરવો.