ફૂલદાંડીમાં જયારે નીચેના પ્રથમ કળીમાં ફૂલનો રંગ જોવા મળે એટલે કે પ્રથમ ફૂલ ખીલવાની શરૂઆત થાય ત્યારે ફૂલદાંડી કાપી લેવી અને પાણી ભરેલ ડોલમાં સત્વરે મુકી દેવી. ફૂલને ઘણા દિવસ એક જ ફૂલદાનીમાં રાખવાના હોય ત્યારે પાણીમાં રહેલ દાંડીનો નીચેથી થોડો થોડો ભાગ રોજ કાપતા રહેવું.
દાંડી પર ફૂલ ખીલવાની શરૂઆત નીચેથી ટોચ તરફ ફૂલ ખીલતાં જાય છે. બજારમાં મોકલતાં પહેલાં ફૂલ દાંડીનું વર્ગીકરણ કરવું જોઈએ જેથી સારા ભાવ મળી રહે. ફૂલની દાંડીનું ગ્રેડીંગ દાંડીની લંબાઈ ફૂલના ગાળાની લંબાઈ અને ફૂલની ગુણવત્તા પ્રમાણે કરી તેના બંડલ બનાવી (આશરે ૧૦ અથવા ૧ર દાંડી) દાંડીના નીચેનાં ભાગને ભીના છાપાના કાગળમાં વીંટાળવા જોઈએ. આ બંડલને પોચા, સફેદ ટિશ્યૂ પેપર કે પોલીથીનમાં વીંટાળવા જોઈએ. ફૂલવાળો ભાગ ઉપર તરફ રહે તે રીતે બંડલ બનાવી રેલ્વે અથવા રોડ ટ્રાન્સપોર્ટ મારફત બજારમાં મોકલાય છે.