Navsari Agricultural University
ફૂલદાંડી કાપી લીધા બાદ છોડના પાન પીળા પડવા માંડે ત્યારે એટલે કે આશરે દોઢથી બે માસ બાદ કંદ ખોદી લેવા. આ કંદને ૧પ દિવસ છાંયડામાં સુકવ્યા બાદ તેનું ગ્રેડીંગ કરવું. ગ્લેડીયોલસના કંદની જાળવણી ઘણી જ કાળજી માંગી લે છે. કંદને ૦.ર% બાવિસ્ટીનની અર્ધો કલાક માવજત આપી વ્યવસ્થિત સુકવ્યા બાદ કાણા પાડેલ પ્લાસ્ટિક બેગમાં અથવા કંતાનના કોથળામાં ભરી ઠંડી જગ્યાએ સંગ્રહ કરવો. સામાન્ય રીતે કોલ્ડ સ્ટોરેજમાં ૪૦ થી ૭૦સે. ઉષ્ણતામાને અને ૯૦% ભેજ સાથે ચાર માસ સુધી કંદનો સંગ્રહ સારી રીતે કરી શકાય છે.




� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.