ગ્રીન હાઉસમાં ગુલાબ ઉગાડવા માટે ગાદી કયારા બનાવી વાવણી કરવી જોઈએ. ગુલાબને ખૂબજ સારી નિતાર શકિત ધરાવતું માધ્યમ જરૂરી છે. પ૦ સે.મી. ઉંડી ભરભરી,સારી નિતાર શકિતવાળી, ગોરાડુ જમીન અનુકૂળ છે. માધ્યમ /જમીનનો અલ્મતા આંક પ.પ હોય એવી જમીન માફક આવે છે. જો પાણીનું તળ ઊંચું હોય તો ગાદી કયારા (રપ-૩૦ સે.મી.) બનાવી વાવણી કરવી.