એફીડ, જેસીડ, થ્રીપ્સ અને સ્કેલ જેવી જિવાતો વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ પ્રકારની જિવાતોના નુકસાન તરીકે પાન કોકડાઈ જવા, કરડાયેલા પાન અથવા પીળાશ પડતા પાન છોડ ઉપર જોવા મળે છે. આવી જીવાત શોષક પ્રકારની દવાઓ જેવી કે ફિપ્રોનીલ પ% દવા ૧૦ મી.લી/૧૦ લીટર, ઈમીડાકલોપ્રીડ ર.૮ મી.લી./ ૧૦ લીટર પાણી દ્વારા નિયંત્રિત કરી શકાય. માઈટનું નિયંત્રણ કરવા માટે ફેનાઝાક્વિન ૧૦% ઇ.સી. ૧૦ મિલી/૧૦ લિટર અથવા ડાયકોફોલ ૧૮.પ% ઈ.સી ૧પ મી.લી./૧૦ લીટરનો ઉપયોગ કરવો. કળી ખાનાર ઈયળના નિયંત્રણ માટે ઈમામેકટીન બેન્ઝોએટ પ% સોલ્યુબલ ગ્રેન્યુઅલ ૩ ગ્રામ અથવા ડાયફલુબેન્ઝુરોન રપ% વે.પા. ૧૬ ગ્રામ/૧૦ લીટર દવાનો છંટકાવ કરવો.