જીવાત વ્યવસ્થાપન:
---------------
(૧) લીલી ઈયળ
--------------
આ જીવાતની ઈયળ શરૂઆતમાં કુમળા પાન કે ફૂલ અને ફળ કોરી ખાય છે. ખાઉધરી ઈયળ એક કરતા વધારે ટામેટાને નુકસાન કરે છે. આથી આર્થિક ઉત્પાદન ઘટે છે.
(ર) પાન કોરિયું
--------------
ઈંડામાંથી નીકળેલી ઈયળ પાનના બે પડની વચ્ચે રહી સર્પાકારે પાનનો લીલો ભાગ કોરી ખાઈને નુકસાન કરે છે. નુકસાન પામેલ પાન પર ઘણી બધી સફેદ સર્પાકારે રેખાઓ જોવા મળે છે. વધુ ઉપદ્રવ હોવાથી સુકાવાથી છોડની વુધ્ધિ અટકે છે.
(૩) ચૂસિયા જીવાત :
-----------------
મોલો, સફેદ માખી અને તડતડીયાંનો સમાવેશ થાય છે. આ જીવાતોના બચ્ચા તથા પુખ્ત પાનની નીચેની બાજુએથી રસ ચૂસીને નુકસાન કરે છે. ઉપદ્રવિત છોડ નબળા રહે છે.
સંકલિત જીવાત નિયંત્રણ
------------------
૧. ઉનાળામાં ઉડી ખેડ કરવી જેથી સૂર્યની ગરમીથી તેમજ પક્ષીઓ દ્વારા લીલી ઈયળના કોશેટાનો નાશ થાય છે.
ર. તંદુરસ્ત ધરુનો ઉપયોગ કરવો.
૩. પાનકોરિયા અને ચુસિયા પ્રકારની જીવાતના નિયંત્રણ માટે ધરુવાડિયામાં પાયામાં કાર્બોફયુરાન ૩ ટકા દાણાદાર દવા હેકટરે ૩૦ કિ. ગ્રા પ્રમાણે આપવી જરૂરિયાત જણાય તો લીમડાયુકત દવા અથવા લીમડાની મીંજનું પ ટકાનું દ્રાવણ બનાવી છાંટવું.
૪. ધરુના મૂળને રોપણી પહેલાં ઈમિડાકલોપ્રીડ ર૦૦ એસ એલ દવા ર.પ મિલિ ૧૦ લિટર પાણીમાં બોળી ફેરરોપણી કરવી.
પ. પાનકોરિયાના નિયંત્રણ માટે મિથાઈલ-ઓ-ડિમોટોન રપ ઈસી દવા ૧૦ મિલિ અથવા એન્ડોસલ્ફાન ૩પ ઈસી દવા ર૦ મિલિ અથવા ડાયમીથોએટ ૩૦ ઈસી દવા ૧૦ મિલિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
૬. જીવાતથી નુકસાન પામેલા પાકના ભાગોનો નાશ કરો ઉદા. પાના કોરિયું
૭. પિજર પાક તરીકે ગલગોટાની વાવણી કરવી આથી લીલી ઈયળની માદા ફૂલ પર ઈંડા મૂકશે.
૮. ખેતરમાં હેકટર દીઠ પાંચ ફેરોમેનટ્રેપ મૂકી લીલી ઈયળને નિયંત્રીત કરી શકાય છે.
૯. ખેતરમાં પક્ષિઓને બેસવા માટે ૧૦-૧ર ટેકા હેકટર મુજબ ગોઠવવા આથી પરભક્ષી પક્ષીઓ બેસીને ઈયળ તેમજ ફુદાંને પકડીને ખાય જશે.
૧૦. લીલી ઈયળનો ઉપદ્રવ વધુ હોય તો મોટી અવસ્થાની ઈયળોને વીણીને નાશ કરવો.
૧૧. લીલી ઈયળના ઉપદ્રવને આવતો અટકાવવા માટે લીબોડીના મીજનું પ ટકાનું દાવણ છાટવું
૧ર. લીલી ઈયળનો ઉપદ્રવહોય ત્યારે ટ્રાયકોગ્રામા ભમરી ૧.પ થી ર લાખ પ્રતિ હેકટરે ત્રણ થી ચાર તબકકામાં છોડવી
૧૩. પરભક્ષી લીલી પોપટીની ૧૦૦૦૦ ઈયળ પ્રતિ હેકટરે લીલી ઈયળના ઉપદ્રવના સમયે છોડવાથી લીલી ઈયળનુ નિયંત્રણ થાય છે.
૧૪. જૈવિક નિયત્રકો જેવા કે લીલી ઈયળનું એન.પી.વી. રપ૦ ઈયળ આંક પ્રતિ હેકટર તેમજ બી.ટી.પાવડર ૧.પ થી ર.૦ કિ.ગ્રા પ્રતિ હેકટર મુજબ સાંજના સમયે છંટકાવ કરવાથી લીલી ઈયળનું નિયંત્રણ થાય છે.
૧પ. લીલી ઈયળના નિયંત્રણ માટે પ્રવાહી દવા ફોઝોલોન ૩પ મિલિ અથવા કવીનાલફોસ રપ ઈ.સી ૩૦ મિલિ અથવા ફેનવલેરેટ ર૦ ઈસી પ મિલિ દવા ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છાટવું
૧૬. ચૂસિયાં પ્રકારની જીવાતો જેવી કે મોલો, સફેદ માખી અને તડતડીયા માટે શોષક પ્રકારની દવાઓ જેવી કે ડાયમીથીઓટ ૩૦ ઈસી દવા ૧૦ મિલિ મિથાઈલ-ઓ -ડીમેટોન રપ દવા ૧૦ મિલિ પૈકી કોઈ એક દવા૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.