૧. ધરૂનું મૃત્યુ:
------------
આ રોગ શાકભાજી પાકો કે જેનું ધરૂ તૈયાર કરવું પડે છે જેમ કે રીંગણ,ટામેટા, મરચી, કોબી અને કોબી ફલાવરમાં જોવા મળે છે., ફૂગજન્ય આ રોગ બે અવસ્થાએ નુકસાન કરે છે. જેમાં બીજ જમીનમાં સ્ફુરણ થયા વગર જ સડી જાય છે. એટલે કે અંકુર જમીનની બહાર નીકળતું નથી જયારે ધરૂ બહાર આવ્યા પછી આ રોગ લાગુ પડે તો ધરૂમાં જમીનની સપાટી પાસે થડ પર રાખોડી કે કાળા રંગની વાટી બને છે. અને ધરૂ તે જગ્યાએ થી ઢળી પડી મૃત્યુ પામે છે. આ રોગનું વધારે નુકસાન જયારે ધરૂનો ઉછેર ગીચોગીચ કરવામાં આવે ત્યારે જોવા મળે છે.
નિયંત્રણ :
---------
૧. ઉનાળામાં ઉંડી ખેડ કરવી અને સારા નિતારવાળી જગ્યાની પસંદગી કરવી.
ર. ધરૂવાડિયા ઉપર ડાંગરનું પરાળ કે કચરો ૧૦ થી ર૦ સે.મી. પાથરી પવનની વિરુધ્ધ દિશાએથી સળગાવવું.
૩. સારુ કહોવાયેલું છાણિયું ખાતરનો ઉપયોગ કરવો.
૪. સોઈલ સોલરાયઝેશન :- એપિ્રલ-મે મહિનામાં ધરૂવાડિયાની જમીન ઉપર ૧૦૦ ગેજ (રપ માઈક્રોન) એલ.એલ.ડી.પી.ઈ. પ્લાસ્ટીક પાથરી, ધારો ડબાવી, ૧પ દિવસ સુધી રાખવાથી ફુગ, કૃમિ અને નિંદામણનું અસરકારક નિયંત્રણ જોવા મળે છે.
પ. બીજને થાયરમ, કેપ્ટાન કે મેટાલીક્ષીલ જેવી દવાનો ૩ ગ્રામ/કિલો બીજ દિઠ પટ આપી ગાદીકયારામાં રોપવા. ધરૂ ઉગ્યા પછી કોપર ઓકસીકલોરાઈડ પ૦% વે.પા.(રપ ગ્રામ/૧૦ લિટર પાણીમાં) અથવા મેટાલેક્ષાીલ ૭ર% વે.પા. (રીડામીલએમઝેડ) ર૦ ગ્રામ/૧૦ લિટર પાણીમાં ઓગાળી ૩ લિટર પ્રતિ ચો.મી. પ્રમાણે જમીનમાં આપવાથી ઘણો જ ફાયદો થાય છે.
૬. ધરુવાડિયામાં ૦.૬% બોડો મિશ્રણ ૩ લિટર પ્રતિ ચો.મી. પ્રમાણે વષ્ાર્ા ઋતુમાં આપી શકાય.
ર. પાનનાં ટપકાં:
---------------
ફૂગજન્ય આ રોગ માટે બે પ્રકારની ફૂગો જવાબદાર છે. ઓલ્ટરેનરીયા ફૂગથી થતા રોગમાં પાન પર તેમજ ફળ પર વર્તુળાકાર ડાધા સ્વરૂપે જોવા મળે છે. અસરગ્રસ્ત ફળ પીળા પડી ખરી પડે છે. જયારે સરકોરસ્પોરા ફૂગથી થતા રોગના ચિન્હોમાં ખુણાવાળા અનિયમિત આકારના પીળા ડાધા પાન પર જોવા મળે છે. જે પાછળથી ભૂખરા રંગના થાય છે જેની વચ્ચે ફૂગના બીજાણું બને છે. રોગની તીવ્રતા વધુ હોય તો ઉપદ્રવિત પાન ખરી પડે છે.આ રોગનો ફેલાવો બીજ અને હવા દ્વારા થાય છે.
નિયંત્રણ:
--------
૧. બીજને પ૦˚સે. તાપમાને ૩૦ મીનીટ સુધી ગરમ પાણીમાં બોળવા અથવા થાયરમ ૩ ગ્રામ પ્રતિ કિલો બીજને માવજત આપવી.
ર. ધરૂવાડિયામાં રોગ જોવા મળે તો મેન્કોઝેબ ૭પ વે.પા. દવા રપ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં અને ૭ દિવસ બાદ પ ગ્રામ કાર્બેન્ડાઝીમ પ૦ વે.પા. દવા પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવો.
૩. પાનનો ઝાળ અને ફળનો કહોવારો : ફોમોપ્સીસ
આ રોગનો ખૂબ નુકશાનકારક તબકકો ફળનો સડો છે. રોગના મુખ્ય રોગના લક્ષાણોમાં ધરૂવાડિયામાં ધરૂનો કહોવારા તરીકે જોવા મળે છે. ધરૂ વાવ્યા પછી રીંગણના પાન ઉપર રાખોડીથી બદામી રંગના રોગિષ્ટ ભાગો જોવા મળે છે. રોગિષ્ટ પાન પીળું પડી સુકાય છે. થડનાં જમીનની પાસેનો ભાગે રોખોડી સુકો સડો જોવા મળે છે. રીંગણ (ફળ) ઉપર સડો જોવા મળે છે અને તે સુકાઈ જાય છે. રોગિષ્ટ ભાગ ડબાયેલો જોવા મળે છે. જેમાં કાળા રંગની ઘણી ફૂગના પીકનીડીયા (બીજ ધાનીઓ) જોવા મળે છે.આ રોગનો ફેલાવો બીજ, રોગિષ્ટ છોડના અવશેષો, પિયત વિગેરે દ્વારા થાય છે.
નિયંત્રણ:
-------
૧. રોગમુકત બીજની પસંદગી કરવી.
ર. બીજને થાયરમ, મેન્કોઝેબ ૭પ વે.પા. અથવા કાર્બન્ડાઝીમ પ૦ વે.પા. ફુગનાશક દવા ર થી ૩ ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણે દવાનો પટ આપી ધરૂવાડિયામાં રોપવું.
૩. રોગિષ્ટ છોડ ઉપર મેન્કોઝેબ ૭પ વે.પા. અથવા ડાયફોલેટાન દવા ર૦ ગ્રામ અથવા હેકઝાકોનાઝોલ પ ઈસી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લિટરપાણીમાં ભેળવી છંટકાવ કરવો.
૪. પાકની ફેરબદલી અને રોગિષ્ટ છોડ ભેગા કરી નાશ કરવો.
૪. રીંગણનો ઝાળ અને સુકારો (સ્કેલેરોટીનીયા)
જયાં શિયાળો ઠંડો અને ભેજનું પ્રમાણ વધુ હોય ત્યારે આ રોગનો પ્રભાવ વધુ જોવા મળે છે. રોગ કારક ફૂગ (સ્કેલરોટીનીયા સ્કેલરોશીયોરમ) કઠોળ વર્ગના પાકો, કોબીજ, કોબી ફલાવર, રાઈ, મરચાં વિગેરે પાકોમાં પણ રોગ કરે છે. આ રોગના લક્ષાણો પાન, ડાળી અને થડ ઉપર જોવા મળે છે અને રોગિષ્ટ ભાગ અથવા થડ રોગને લીધે આખુ ઘેરાઈ ગયેલ હોય છે. રોગિષ્ટ છોડ સુકાઈ જાય છે. રોગવાળા છોડ ઉપર સફેદ ફુગનું આવરણ જોવા મળે છે. રોગિષ્ટ ફળ અને થડના ભાગમાં અસંખ્ય કાળા ફૂગનાં સ્કેલરોશીયા જોવા મળે છે. આ રોગનો ફેલાવો જમીનમાં રોગિષ્ટ રીંગણનાં છોડના અવશેષો દ્વારા થાય છે.
નિયંત્રણ:
--------
૧. રીંગણનો પાક લીધા બાદ રોગિષ્ટ છોડનાં તથા અન્ય અવશેષ્ાો ભેગા કરી નાશ કરવો
ર. ઉનાળામાં ઉંડી ખેડ કરવી તથા ડુંગરી, મકાઈ જેવા પાકો સાથે પાકની ફેરબદલી કરવી.
૩. કાર્બેન્ડાઝીમ પ૦ વે.પા. ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં નું ૧૦૦ મિલિ દ્રાવણ પ્રતિ છોડ આપવું. આ રીતે હેકઝાકોનાઝોલ પ ઈસી દવા ૧૦ મિલિ ૧૦ લીટર પાણીમાં પણ આપી શકાય.
૪. જૈવિક નિયંત્રણ :- ધરૂ વાવતી વખતે દરેક ખામણે ટ્રાઈકોડર્માનું કલ્ચર થોડું આપવાથી ફાયદો થશે. ધરૂને રોપતાં પહેલા ટ્રાઈકોડર્માના કલ્ચરના દ્વાવણમાં થોડો વખત બોળીને પણ માવજત આપવાથી ફાયદો થઈ શકે છે.
પ. થડનો કહોવારો:
----------------
આ રોગ સ્કેલરોશીયમ નામની ફૂગથી થાય છે. આ રોગમાં મુખ્ય થડ જમીનના સ્તરે કહોવાઈ જાય છે. છોડ સુકાઈ જાય છે અને ફૂગની વધ સફેદ રંગની થડ ઉપર નીચેના ભાગે જોવા મળે છે. જેમાં રાઈના દાણા જેવા સ્કેલરોશીયા ઉત્પન્ન થાય છે.
નિયંત્રણ:
-----------
૧. રોગિષ્ટ છોડને ઉખેડીને નાશ કરવો.
ર. રીંગણના થડમાં કાર્બન્ડાઝીમ પ૦% વે.પા. ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીનું દ્રાવણ થડમાં ૧૦૦ મિલિ જેટલું રેડવાથી લાભ થાય છે.
૬. ગંઠવા કૃમિ:
-------------
આ રોગના લક્ષાણોમાં છોડના મૂળ ઉપર ગાંઠો જોવા મળે છે. જેથી છોડની વધ અટકે છે અને ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે. ગોરાડું જમીનમાં આ રોગનુ પ્રમાણ વધુ જોવા મળે છે.
નિયંત્રણ:
---------
૧. જમીનમાં કાબર્ોફયુરાન ૩ % દાણાદાર દવા ૩૦ કિ.ગ્રા. પ્રતિ હેકટર પ્રમાણે છોડની આજુબાજુ આપવી.
૭. રીંગણની લઘુપર્ણતા:
----------------------
આ રોગ માઈક્રોપ્લાઝમાં માઈકોપ્લાઝમાંથી થતો રોગ છે અને હિશીમોનાઝ ફાયસેટીસ (તડતડીયા) દ્વારા ફેલાય છે જેમાં પાન નાના રહી જાય છે જયારે પાનની સંખ્યામાં વધારો થાય છે આથી પર્ણગુચ્છ સ્વરૂપે દેખાય છે. આ રોગ છોડની ફૂલ અવસ્થા પહેલા આવે તો છોડ પર એક પણ ફૂલ બેસતું નથી જયારે પાછલી અવસ્થામાં અવો તો થોડી સંખ્યામાં ફળો બેસે છે.
નિયંત્રણ:
----------
૧. રોગિષ્ટ છોડને ઉખેડીને નાશ કરવો.
ર. ધરૂને ઈમીડાકલોપ્રીડ ર૦૦ એસએલ દવા ૩ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીનાં દ્રાવણમાં એક કલાક બોળીને વાવવાથી રોગ વધતો અટકે છે.
૮. જીવાણુથી થતા (બેકટેરીયલ) પાનનાં ટપકાં :
-----------------------------------------
હાલમાં આ રોગનો પ્રભાવ વધુ જોવા મળે છે. આ રોગના લક્ષાણોમાં પાન ઉપર બદામી રંગના નાનાં ટપકાં અને આજુબાજુનો ભાગ આછો પીળો જોવા મળે છે અને પાનનાં દેખાવમાં થોડી વિકૃતી જોવા મળે છે.
નિયંત્રણ
-----------
૧. સ્ટ્રેપ્ટોસાઈકલીન ૧ ગ્રામ + ૧૦ ગ્રામ કોપરઓકસીકલોરાઈડ પ૦% વે.પા.ર૦ લિટર પાણીમાં ઓગાળી છોડ ઉપર છંટકાવ કરવાથી નિયંત્રણ જોવા મળે છે.
૯. રીંગણમાં થતા વિષાણું (વાયરસ) જન્ય રોગો :
-------------------------------------
રીંગણમાં અનેક પ્રકારનાં વિષાણુંથી, પાનની વિકૃતી તથા લઘુપર્ણતા વિગેરે ચિન્હો જોવા મળે છે. રોગનો ફેલાવો મશીથી થતો હોય છે. એક વખત રોગગ્રસ્ત થયેલ છોડ સારો થતો નથી.
નિયંત્રણ:
---------
૧. રોગમુકત બીજની પસંદગી કરવી.
ર. રોગયુકત છોડનો નાશ કરવો.
૩. વાહક કીટકોનો જંતુનાશક દવાથી નિયંત્રણમાં લાવવા.
૪. ખેતરની આજુબાજુ રોગિષ્ટ છોડનો નાશ કરવો.