Navsari Agricultural University
જીવાત વ્યવસ્થાપન:
----------------

રીંગણ એ આખા વર્ષા દરમ્યાન મળી શકતુ અગત્યનુ શાકભાજી છે. રીંગણની ખેતીમાં ખેડૂતોન નુકશાન કરતી જીવાતોમાં રીંગણની ફળ અને ડૂખ કોરી ખાનાર ઈયળ,તડતડિયા,સફેદમાખી,પાનકથીરી, વિગેરેનો સમાવેશ થાય છે હાલમાં ખેડૂતો રીંગણના પાકની ફેરરોપણી તૈયાર કરી રહયા હોય ત્યારે આ જીવાતોને ઓળખી અને તેના સંકલિત નિયંત્રણના પગલા લઈ રીંગણના પાકમાં વપરાતા આડેધડ જંતુનાશક દવાના છંટકાવ ટાળી શકાય છે.

૧. રીંગણની ડૂખ અને ફળ કોરી ખાનાર ઈયળ:
--------------------------------------

આ જીવાત પોતાના જીવન કાળ દરમ્યાન ચાર અવસ્થાઓમાંથી (ફુદી,ઈંડા,ઈયળ અને કોશેટા) પસાર થાય છે. ફુદી નાની, સફેદ શરીર પર ગુલાબી અને વાદળી છાંટ ધરાવતુ તેમજ પાંખો પર બદામી ટપકાં ધરાવે છે. માદા ફુદી નાના સફેદ રંગના છુટા છવાયા ઈંડા મુખ્યત્વે રીંગણના પાન પર મુકે છે. ઈંડા ચારથી પાંચ દિવસમાં સેવાય છે અને તેમાથી નિકળતી નાની ઈયળ છોડની ડૂખ અથવા ફળમાં દાખલ થાય છે. ડૂખમાં દાખલ થયેલી ઈયળ ડૂખમાં કોરાણ કરે છે તેથી ડૂખો ચીમળાઈ જઈ સુકાવા માંડે છે. ફળમાં કોરાણ કરેલ ઈયળ અંદરનો ગર્ભ ખાય છે ફળમા થયેલ નુકશાન બહારથી જાણી શકાતુ નથી ૧પ થી ર૦ દિવસમાં ઈયળ અવસ્થા પુરી થયા બાદ પૂર્ણ વિકસિત ઈયળ ફળમાંથી કાણુ પાડી બહાર આવે છે ત્યારે જ તેનુ નુકશાન નજરે પડે છે. પૂર્ણ વિકસિત ઈયળ જમીનની ઉપર અથવા અંદર કોશેટામાં રૂપાંતરણ પામે છે. આ કીટકની ઈયળ ડૂખમાં કે ફળમાં કોરાણ કરી તેનુ જીવન તેમાં ગુજારતી હોય છે જેથી જંતુનાશક દવાના છંટકાટ કરવા છંતા આપણને ધાર્યુ પરિણામ મળી શકતુ નથી આથી આ જીવાતને આપણાં ખેતરમાં આવતી અટકાવવાનુ, આવે તો આપણને તેની જાણ થાય અને ત્યાર બાદ તેનુ રાસાયણિક દવાના ન્યુનતમ વપરાશથી એટલે કે અન્ય કીટ નિયંત્રણની પધ્ધતિઓથી નિયંત્રણ જરૂરી બને છે.

નિયંત્રણ:
--------

૧. આ જીવાતને આપણા ખેતરમાં આવતી અટકાવવા માટે સૌ પ્રથમતો આ જીવાતના આશ્રય સ્થાન એવા અગાઉના પાકના જુની રીંગણના છોડના જડિયાનો નાશ કરવો.
ર. જે ખેતરમાં અગાઉ રીંગણનો પાક લીધેલ હોય તો તેમાં એક મહિનો ખેતર ખાલી રાખ્યા બાદ આજુ બાજુ ઉગેલ નિંદામણ, રીંગણના છોડ વગેરે નાશ કર્યા બાદ જ રીંગણની રોપણી કરવી જોઈએ.
૩. ધરુવાડિયામાંથી થતો ઉપદ્રવ અટકાવવા માટે ધરુને નાયલોન જાડીથી ઢાંકીને ઉછેરવાથી આ જીવાતને ધરુ ઉપર ઈંડા મુકતી રોકી શકાય છે.
૪. આ જીવાતની ઈયળ રીંગણના છોડ પર ફળ બેસતા પહેલાં છોડની કુમળી ડૂખોને અંદરથી કોરી ખાય છે જેથી ચીમળાયેલી ડૂખોને જીવાતની શરૂઆતની અવસ્થાની પહેલી પેઢીમાં જ વિસ્તારના બધા જ ખેડૂતો સામુહિક ધોરણે તોડી નાશ કરવામાં આવે તો આ જીવાતનુ પહેલી પેઢીમાં જ અસરકારક નિયંત્રણ કરી શકાય છે અને તેની બીજી પેઢીમાં તેનો ઉપદ્રવ ઓછો રહે છે. આવી કાપેલી ડૂખનો બાળીને નાશ કરવો જોઈએ.
પ. ખેતરમાં આ જીવાતનો ઉપદ્રવની શરૂઆત તેમજ નર ફુદાને આકષી ને મારવા માટે ફેરોમોન ટ્રેપ નો ઉપયોગ કરવો જોઈએ. કીટકો પોતાની પ્રજાતિના અન્ય સભ્યો સાથે સંપર્ક રાખવા પોતાના શરીરમાંથી એક ખાસ પ્રકારનું રસાયણ હવામાં છોડે છે આવા રસાયણોને ફેરોમોન કહે છે. માદા કીટકો પણ પોતાના શરીરમાંથી આવુ રસાયણ છોડે છે જેથી નર કીટકો આ ગંધ તરફ આકર્ષાયને માદાની નજીક પહોંચે છે. વૈજ્ઞાનિકોએ આ રસાયણને ઓળખી તેનો ઉપયોગો શોધી કાઢયા છે. આ રસાયણો જે તે જીવાત માટે જુદા જુદા હોય છે. આવા રસાયણોની પ્લાસ્ટીકની નાની ટયુબમાં માવજત આપી નર ફુદાને આકર્ષવા માટેના લ્યુર બનાવવામાં આવે છે આવા લ્યુરને ખાસ પ્રકારના પિંજરમાં મુકવામાં આવે છે જેથી નર ફુદા આ રસાયણની ગંધથી આકર્ષાયને આવે છે અને ટ્રેપની કોથળીમાં ફસાઈને મરી જાય છે. આવા ટ્રેપ/લ્યુર્સ બજારમાં ઉપલ્બધ છે. આંણદ ખાતે કૃષી યુનિવર્સીટીના કિટકશાસ્ત્ર વિભાગ દ્રારા વિકસાવેલ મીનરલ બોટલમાંથી બનાવેલ ટે્રપ પણ વાપરી શકાય છે. આવા ટે્રપને છોડની ઉંચાઈએથી સહેજ ઉંચે રહે તે રીતે લટકાવવામાં આવે છે. એક હેકટર વિસ્તારમાં આવા ૪૦ ટ્રેપ મુકવાથી આ જીવાતના નર ફુદાંને આકર્ષીતેની વસ્તી દ્યટાડી શકાય છે. તેમાંની લ્યુર દર ચાર અઠવાડિયે બદલતા રહેવુ જોઈએ.(કેટલીક કંપનીની લ્યુરની અસરકારકતા બે માસ સુધીની હોય છે.)

રીંગણની ડૂખ અને ફળ કોરીખાનાર ઈયળના નિયંત્રણ માટે ઉપરના ઉપાયો કરવામાં આવે તો જંતુનાશક દવાના છંટકાવ ઓછા કરી શકાય છે.આંમ કરવાથી કુદરતમાં આ જીવાતના પરજીવી-પરભક્ષી કીટકોની વસ્તી પણ વધશે અને જીવાતનુ કુદરતી નિયંત્રણ પણ થશે.

ર. લીલા તડતડીયા :
----------------
રીંગણના તડતડિયાના પુખ્ત ફાચર આકારના(શંકુ જેવા) અને પાન પર ત્રાંસા ચાલતા હોય છે. બચ્ચા અને પુખ્ત બન્ને પાનની નીચેની બાજુએ રહી પાનમાંથી રસ ચૂસે છે જેને લીધે પાનની ધારો પીળી પડી ઉપરની તરફ કોકડાઇ જાય છે. અને પાન કોડીયા જેવા થઇ જાય છે. આ જીવાત રીંગણના પાકમાં ઘટ્ટીયા પાનના રોગ (છોડ વાઝિંયા થવા) નો ફેલાવો કરે છે આ રોગ માઇક્રોપ્લાઝમાથી થતો રોગ છે. આ રોગમાં રીંગણના છોડના પાન નાના થઇ જાય છે. છોડ પર ફુલ આવતા નથી અને છોડ વાંઝિયો રહે છે.

નિયંત્રણ:
-------
રીંગણના ઘટીયા પાન (વાંઝિયા છોડ) ના નિયંત્રણ માટે શરૂઆતમાં એકલ દોકલ છોડમાં રોગના ઉપદ્રવના ચિન્હો દેખાય તો આવા છોડને ઉખેડી નાશ કરવો અને તડતડીયાના નિયંત્રણ માટે શોષ્ાક પ્રકારની રાસાયણિક દવાનો છંટકાવ કરવો. આ માટે મીથાઇલ-ઓ-ડીમેટોન રપ ઇસી ૧૦ મિ.લી. ડાયમીથોએટ ૩૦ ઇસી ૧૦ મી.લી., મેલાથીઓન પ૦ ઇસી ૧૦ મી.લી. અથવા એન્ડોસલ્ફાન ૩પ ઇસી ર૦ મી.લી. ૧૦ લીટર પાણીમાં ભેળવી છાંટી શકાય.

૩. સફેદ માખી :
-------------
આ એક બહુભોજી કીટક છે જે રીંગણ ઉપરાંત ટામેટા, મરચી, ભીંડા જેવા પાકોમાં પણ નુકસાન કરે છે. પુખ્ત કીટક ખૂબ જ નાનું, સફેદ દૂધીયા રંગની પાંખોવાળું તથા તેનું શરીર પીળાશ પડતાં રંગનું હોય છે. બચ્ચાં અને કોશેટા પીળાશ પડતા સફેદ રંગના લંબગોળ અને ચપટાં હોય છે અને જે પાનની નીચેની બાજુએ જોવા મળે છે. બચ્ચાં અને પુખ્ત કીટક પાનની નીચેની બાજુએથી રસ ચૂસીને નુકસાન કરે છે જેથી પાન પીળા પડે છે છોડનો વિકાસ અટકી જાય છે. આ જીવાત પાનમાંથી રસ ચૂસતી હોવાથી તેનાં શરીરમાંથી ગળ્યા ચીકણાં પદાર્થનું ઝરણ થાય છે. આ પદાર્થ પર કાળી ફુગનો વિકાસ થાવાથી છોડ કાળો પડી ગયેલો જોવા મળે છે.

નિયંત્રણ:
-------

સફેદમાખીના નિયંત્રણ માટે ટ્રાયઝોફોસ ૪૦ ઇસી ૧ર મી.લી. અથવા એસીફેટ ૭પ ટકા એસ પી ૧૧ ગ્રામ અથવા લીંબોળીનું તેલ પ મી. લી. અથવા નીમ આધારિત જંતુનાશક દવા જેવી કે નિમાઝોલ (૧પ૦૦ પી પી એમ) ૩૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી પાનની નીચેની બાજુએ બરાબર છંટકાવ થાય તેની કાળજી રાખવી.

૪. મોલો :
----------
આ જીવાત ખુબ જ નાની, ૧ થી ૧.પ મીમી લંબાઈ ધરાવતી પોચા શરીરવાળી પીળા રંગની હોય છે. આ જીવાતના ઉદરના છેડે બે ભૂંગળીઓ હોય છે. આ જીવાતના બચ્ચાં અને પુખ્ત પાનની નીચેની સપાટીએ રહી પાનમાંથી રસ ચૂસે છે જેના કારણે પાન નીચેની બાજુએ વળી જાય છે. આ જીવાત પાનમાંથી રસ ચૂસી નુકશાન કરતી હોવાથી તેના શરીરમાંથી નીકળતો નકામો પદાર્થ મીઠો અને ચીકણો હોય છે. ચૂસિયા પ્રકારની જીવાતો સામાન્ય રીતે પાનની નીચેની સપાટી પર રહેતી હોય તેમના શરીરમાંથી નીકળતો પદાર્થ નીચેના પાનની ઉપરની સપાટી પર પડે છે તેની પર કાળી ફુગ વૃધ્ધિ પામે છે જેથી છોડની પ્રકાશ સંશ્લેષ્ણ ની કિ્રયા અવરોધાય છે અને છોડની વૃધ્ધિ અટકે છે.

નિયંત્રણ:
---------
ધરુને રોપતાં પહેલા છોડના મુળિયાને ૬ કલાક સુધી ઇમીડાકલોપ્રીડ દવાના દ્રાવણમાં (ર મી.લી./૧૦ લીટર પાણીમાં) બોળી રોપવાથી શરૂઆતમાં મોલો અને અન્ય ચૂસિયા પ્રકારની જીવાતોનું નિયંત્રણ કરી શકાય છે. તેમજ છોડની વૃધ્ધિ સારી થાય છે.
ધરુ રોપણી બાદ ૧પ દિવસે છોડની ફરતે કાબર્ોફયુરાન ૩ ટકા દાણાદાર દવા હેકટરે ૧૭ કિ.ગ્રા પ્રમાણે આપવાથી એકાદ મોલો અને અન્ય ચૂસિયા પ્રકારની માસ માટે ચુસિયા પ્રકારની જીવાતોને નિયંત્રણમાં રાખી શકાય છે.

પ. ગાભમારો અથવા રીંગણના થડનો મેંઢ:
----------------------------------
આ જીવાતની ઇયળ(કીડો) સફેદ રેગનો હોય છે. રીંગણના થડમાં પેસી જઇ અને અંદરનો ભાગ કોરી ખાય છે પરિણામે રીંગણના છોડ સુકાવા માંડે છે. સામાન્ય રીતે જે ડાળી કે થડના ભાગમાં કીડો હોય તે જ ભાગ સુકાય છે. જયારે અન્ય ભાગ લીલો રહે છે.

નિયંત્રણ:
----------
રીંગણના મેઢ ઉપદ્રવની શરૂઆતમાં નુકશાન પામેલ છોડને ઉખેડી નાશ કરવાથી ઉપદ્રવ વધતો અટકાવી શકાય છે.

૬. પાન કથીરી :
----------------

પાન કથીરી કદમાં ખૂબ જ નાની અને લાલ રંગની હોય છે. પાન કથીરી આઠ પગ ધરાવતી હોવાથી તે કીટકોથી થોડી જુદી પડે છે(કીટકો છ પગ ધરાવતા હોય છે). માદા પાન કથીરી પાન પર છુટા છવાયા ઈંડા મુકે છે જેમાથી નીકળતા બચ્ચાં અને પુખ્ત પાનની નીચેની સપાટી ઉપર જાળા બનાવી તેમાં રહી પાનમાંથી રસ ચૂસે છે. ઉપદ્રવિત પાનને જોતાં પાનની ઉપરની સપાટી પર સફેદ રંગના કે ઝાંખા લાલ રંગના અસંખ્ય ડાઘા દેખાય છે. જો ઉપદ્રવ વધુ હોય તો છોડની વૃધ્ધિ અટકી જાય છ. પાન પીળા પડી ખરી પડે છે.

નિયંત્રણ:
---------
પાન કથીરીના નિયંત્રણ માટે ડાયકોફોલ ૧૦ મી.લી. અથવા અથવા ફેનાઝાકવીન ૧૦ મી.લી. અથવા પ્રોપરગાઇટ ૧૦ મીલી પૈકી ગમે તે એક દવાને ૧૦ લીટર પાણીમાં ભેળવી છોડ સારી રીતે ભીંજાય તે રીતે છંટકાવ કરવો. જો એકલ દોકલ છોડ પર ઉપદ્રવ દેખાય તો તેવો છોડ ઉખેડી બાળીને નાશ કરવો.

ઉત્પાદન અને સંગ્રહ વ્યવસ્થા:
-------------------------

રીંગણની જાત પ્રમાણે ફળોના કદ અને રંગને ધ્યાનમાં રાખીને વછણછ કરવી. વીણી કર્યા બાદ જંતુનાશક દવાનો છંટકાવ કરવો. અઠવાડિયામાં બે થી ત્રણ વખત રીંગણ ઉતારવા જોઈએ. બજારમાં લઈ જત પહેલાં, વીણી કરેલા ફળો સાફ કરવા, ગ્રેડીંગ કરવું, રોગ અને જીવાતથી નુકશાન પામેલા ફળો દૂર કરવા અને વ્યવસ્િથત પેકિંગ કરવાથી સારા બજારભાવ મળી રહે છે. આ રીતે વૈજ્ઞાનિક પધ્ધતિથી રીંગણનું વાવેતર કરવામાં આવે તો હેકટરે અંદાજે ૩પ થી ૪૦ હજાર કિલો ઉત્પાદન મેળવી શકાય.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.