રોગ વ્યવસ્થાપન:
-------------
૧.. ભુકી છારો:
--------------
આ રોગમાં ભીંડાનાં પર્ણ્રોના ઉપર તેમજ નીચેના ભાગે આછા સફેદ રંગની ફૂગનું આવરણ જોવા મળે છે. રોગને લીધે ભીંડાના ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે. વ્યારા અને આજુબાજુના તાલુકામાં શિયાળામાં કરવામાં આવતાં ભીંડામાં આ રોગનુ પ્રમાણ ખુબ જ રહેતુ હોય છે.
નિયંત્રણ:
--------
૧. રોગની શરૂઆત થાય કે તરત જ વેટેબલ સલ્ફર ૩૦ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ પ૦ વે.પા. દવા ર૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જરૂર જણાયેથી ૧૦ દિવસનાં અંતરે બે છંટકાવ કરવા.
ર. સુકારો :
----------
આ રોગનો ઉપદ્રવ પાકની કોઇપણ્ા અવસ્થાએે જોવા મળે છે પાન નીચે ઢળી પડે છે, છોડ સુકાય છે અને વાહકનલિકા બદામી રંગની જોવા મળે છે. રોગની તીવ્ર અસર હોય ત્યારે થડ કાળુ પડે છે. રોગનો ફેલાવો મુખ્યત્વે જમીનજન્ય તેમજ બીજ ઉપર પણ ફૂગ જોવા મળે છે.
નિયંત્રણ:
-----------
૧. બીજને વાવતા પહેલાં પ્રતિ કિલોગ્રામ દીઠ ૩ ગ્રામ કાર્બેન્ડાઝીમ પ૦ વે.પા. દવાની માવજત આપવી.
ર. ઉભેલા પાકમાં રોગની શરૂઆત જણાય તેવા નાના વિસ્તારમાં કાર્બેન્ડાઝીમ પ૦ વે.પા. દવા ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં ભેળવી તેની માવજત થડ પાસે આપવાથી રોગનો વિકાસ અટકાવી શકાય છે.
૩. લીલો પડવાશ, છાણિયું ખાતરનો ઉપયોગ તથા ટ્રાયકોડમર્ા કલ્ચરનો ઉપયોગ લાભકારી સાબિત થઈ શકે છે.
૩. પીળી નસનો રોગ:
------------------
વિષાણું જન્ય આ રોગ સફેદમાખી દ્વારા ફેલાય છે. જેમાં પાનની મુખ્ય્ નસો તેમજ શાખાઓ પીળી પડી જાય છે. આખરે છોડ આખો પીળો અને વિકૃત થઈ જાય છે. ફળ નાના અને પીળા બેસે છે.
નિયંત્રણ:
---------
૧. રોગિષ્ટ છોડનો ઉખેડીને નાશ કરવો.
ર. સફેદમાખીનાં નિયંત્રણ માટે યોગ્ય જંતુનાશકોનો ઉપયોગ કરવો.
૩. રોગપ્રતિકારક જાતો જેવી કે પરભણી ક્રાંતી, પંજાબ પદમિની, વિગેરેનું વાવેતર કરવુ.