Navsari Agricultural University

કાંકરેજ ઓલાદ

ગુજરાત રાજયના બનાસકાંઠા જિલ્લા ના કાંકરેજ ગામના નામ ઉપરથી આ જાતની ગાયોનું નામ કાંકરેજ પાડવામાં આવ્યુંઠ છે. આ ઉપરાંત એને વઢિયારી, વાગળ, બન્ની , બન્ની આઈ, વાગોડિયા વિગેરે નામોથી પણ ઓળખાય છે.

શારિરીક લક્ષણો:

આ કાંકરેજ ઓલાદના જાનવરો કદમાં મોટાં અને વજનમાં ભારે હોય છે. આ જાનવરોનો રંગ સફેદથી માંડી મૂંજડો રાખોડિયો હોય છે. તાજાં જન્મેઉલાં વાછરડાંની મથરાવટી લાલ હોય છે જે છએક માસની ઉંમર થતાં સુધીમાં જતો રહે છે. નર જાનવરનો નાની વયનો સફેદ, મૂંજડો રંગ પુખ્ત વયે બદલાઈ ઘેરો કાળો થઈ જાય છે. આમ આ ઓલાદના જાનવરો તદૃન સફેદથી માંડી તદૃન કાળા રંગ સુધીના જોવા મળે છે.

આર્થિક લક્ષણો

કાંકરેજ ગાય એ દ્વિઅર્થી ઓલાદ છે. તેના બળદો ખેતી કામ માટે આગળ પડતા છે. બળદ શકિતશાળી અને ઝડપી હોઈ ભારે કામ ઝડપથી કરી શકે છે. તથા માથું ઉંચું રાખી રુઆબભરી સવાઈ ચાલ માટે પ્રખ્યાથત છે. જયારે ગાયો સારા પ્રમાણમાં દૂધ ઉત્‍પાદન કરે છે. જાનવરો ચપળ પણ ભડકણાં સ્વાભાવનાં છે.

1. પ્રથમ વિયાણની ઉંમર --> 45 માસ
ર. બે વિયાણ વચ્ચેઉનો ગાળો --> 17 થી 18 માસ
3. વેતરનું સરેરાશ દૂધ ઉત્‍પાદન --> 1ર00 થી 1500 કિ.ગ્રા.
4. દૂધાળા દિવસો --> ર75 થી 315 દિવસ
5. વસુકેલા દિવસો --> 1ર0 થી 150 દિવસ
6. દૂધમાં ચરબીનું પ્રમાણ --> 4.5 ટકા

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.