Navsari Agricultural University

ડાંગી ઓલાદ

ડાંગના જંગલ વિસ્તામર ઉપરથી આ ઓલાદનું નામ ડાંગી પડયું છે. ગુજરાત રાજયના ડાંગ જિલ્લા માં, ધરમપુર અને વાંસદા તાલુકામાં અને મહારાષ્ટ્ર રાજયમાં અહમદનગર, નાસિક, થાણા, કોલાબા જિલ્લા ઓમાં આ ઓલાદનો ઉછેર થાય છે.આ ઓલાદની ઉત્‍પત્તિ આ ડુંગરાળ વિસ્તાજરના અસલ સ્થાંનિક ઢોર અને પશ્ચિમ વિસ્તાનરનાં ગીર ઢોરના સંવર્ધનથી થયેલ હોવાનું માનવામાં આવે છે.

શારિરીક લક્ષણો:

ડાંગી જાનવરો મઘ્ય્મ કદનાં અને મજબૂત બાંધાના હોય છે પશુઓનો રંગ બદામી અથવા સફેદ અને કાળા કે રાતા ધાબાવાળો હોય છે. માથું સહેજ ઉપસેલા કપાળવાળું પણ નાનું હોય છે. ચહેરો પ્રમાણમાં લાંબો, આંખો મોટી અને કાન ટૂંકા અને કિનારીએ વાળવાળા હોય છે. શિંગડાં ટૂંકાં અને જાડા હોય છે. ગરદન ટૂંકી અને જાડી હોય છે.

આર્થિક લક્ષણો

આ કામાળ ઓલાદ છે. ભારે વરસાદવાળા ડુંગરાળ પ્રદેશમાં ખેતીકામ માટે અને ખડકાળ રસ્તાિઓ પર ભારવહન માટે અનુકૂળ છે. આ જાનવરો ખડતલ છે અને કુદરતી ચારા ઉપર જ જીવે છે.

1. પ્રથમ વિયાણની ઉંમર --> 54 માસ
ર. બે વિયાણ વચ્ચેઉનો ગાળો --> 15 થી 17 માસ
3. વેતરનું સરેરાશ દૂધ ઉત્પાદન --> 550 થી 700 કિ.ગ્રા.
4. દૂધાળા દિવસો --> ર58 દિવસ
5. વસુકેલા દિવસો --> 150 થી ર50 દિવસ
6. દૂધમાં ચરબીનું પ્રમાણ --> 4 ટકા
� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.